Monday, March 16, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે ડમ્પીંગ સાઇટમાં આગ ભભૂકી

ખંભાળિયા પાસે ડમ્પીંગ સાઇટમાં આગ ભભૂકી

ખંભાળિયા નજીક ડમ્પીંગ સાઇટમાં ગઇકાલે કચરાના યુનિટમાં આગ ભભૂકી હતી. ફાયરની ટીમએ તાકિદે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા નજીકના વિસ્તારમાં આવેલા નગરપાલિકાના તરઘડી ડમ્પિંગ સાઈટમાં રવિવારે બપોરના સમયે કચરાના એક પ્રોસેસિંગ યુનિટમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવ્યો હતો. આગનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular