ગુજરાત સહીત દેશભરમાં આવેલ અનેક કોવીડ હોસ્પિટલોમાં અત્યાર સુધી આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે રોજ એક વિચિત્ર ઘટના સામે આવી છે. મુંબઈની કોવીડ હોસ્પિટલમાં રાત્રીના સમયે અચાનક આગ લગતા બે દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. આ હોસ્પિટલમાં 70થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. મહત્વની વાત એ છે કે આ કોવીડ હોસ્પિટલ મુંબઈના એક મોલમાં આવેલ છે.
ગત રાત્રીના રોજ મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલ ડ્રીમ મોલના ત્રીજા માળે આવેલ કોવીડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી.જેના પરિણામે 2દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. અને અન્ય 70 જેટલા દર્દીઓને બીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ગત રાત્રીના રોજ 11:30ના સમયે હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળળવા માટે ફાયર બ્રીગેડની 20થી પણ વધુ ગાડીઓ પહોચી હતી. હોસ્પિટલમાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે આગના કારણો હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે મેં પહેલીવાર મોલમાં હોસ્પિટલ જોઈ છે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ પણ ગુજરાતના રાજકોટ,જામનગર અને અમદાવાદની કોવીડ હોસ્પિટલોમાં આગ લાગી હતી. આ સિવાય ગ્વાલિયરની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ સેન્ટરના ICUમાં પણ આગ લાગી હતી.