Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફાઈનલી !, જામનગરના સાયકલ સવારો ખારડુંગલા પહોચ્યા... જુઓ VIDEO

ફાઈનલી !, જામનગરના સાયકલ સવારો ખારડુંગલા પહોચ્યા… જુઓ VIDEO

- Advertisement -

જામનગર સાયકલીંગ ક્લબના સભ્યોએ મનાલીથી ખારડુંગલાની  540કિમી ની સાયકલ સવારી પૂર્ણ કરી લીધી છે.  તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખારડુંગલાના છે. જામનગરના 18 સાયકલ સવારો 8 જુલાઈના રોજ જામનગરથી મનાલી જવા માટે નીકળ્યા હતા.

- Advertisement -

સાયકલ સવારો મનાલીથી સાયકલીંગ કરી છેક વિશ્વના હાયેસ્ટ મોટોરેબલ પાસ ખારડુંગલા પહોચી ચુક્યા છે.  અને હવે તેઓ લેહ પરત ફરશે. આ દરમિયાન તેઓ પાંચ પર્વતો ઉપરથી પસાર થયા. તમે વિડીઓમાં જોઈ શકો છો કે અહીં કેટલો અદ્ભુત નજારો છે.  અને ખબર ગુજરાત સતત તેમના સંપર્કમાં હતું.

- Advertisement -

રસ્તામાં તેઓએ પ્રકૃતિની મજા માણવાની સાથો સાથ નાની મોટી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો. અને ઘણી વખત નેટવર્ક ઇસ્યુના પ્રોબ્લેમ પણ થયા. તો બીજી તરફ તેઓએ વરસાદ અને ઠંડીનો પણ સામનો કર્યો. ત્યારે ફાઈનલી જામનગરના 18 સાયકલ સવારોએ તેમની સાયકલસવારી પૂર્ણ કરી લીધી છે. તે બદલ ખબર ગુજરાત તેઓને સુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular