આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલી કથિત ફરિયાદને ખોટી ગણાવી આના વિરોધમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં “આપ”ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને અહીંના જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધારાસભ્ય વસાવાની રાજકીય કારકિર્દી સામે ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું જણાવી અને આ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જરૂર પડ્યે રાજ્ય વ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.