Monday, January 12, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં મહિલાઓ વચ્ચે મારામારીમાં સામ-સામે ફરિયાદ

ખંભાળિયામાં મહિલાઓ વચ્ચે મારામારીમાં સામ-સામે ફરિયાદ

ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા આંગણવાડી કાર્યકર લક્ષ્મીબેન આલાભાઈ મકવાણા (ઉ.વ. 51) એ તેમના ઘરની બહાર ગટર ખોદાવેલી હોવાથી તેનો ખાર રાખી, આરોપી દક્ષાબેન સુમિતભાઈ મકવાણા અને મંજુબેન મોહનભાઈ આસિયાણીએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

સામા પક્ષે મંજુબેન મોહનભાઈ આસીયાણી (ઉ.વ. 68) એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં તેણી પોતાના ઘરની બહાર બેઠા હતા, તે દરમિયાન આરોપી લક્ષ્મીબેન આલાભાઈ દેવાભાઈ મકવાણા, મુકેશ આલાભાઈ મકવાણા અને દેવુભાઈ આલાભાઈ મકવાણાએ આવીને કહેલ કે “તું કેમ અમારા પરિવારનો ઝઘડો જુએ છે?” તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકી લેતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular