જોગવડ રાણીશીપ વિસ્તારમાં પાડોશમાં રહેતા લોકો વચ્ચે બબાલ થતાં બે સ્ત્રીઓ સહિત 6 શખ્સો વિરૂઘ્ધ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. તેમજ રાણીશીપ વિસ્તારમાં અન્ય એક શખ્સ વિરૂઘ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત મુજબ લાલપુરના જોગવડ ગામ રાણીશીપ વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ દેવાભાઇ બગડાની સામે રહેતા મુસ્લીમ સમાજના દંપતીના ઘરે બે અજાણ્યા માણસો બેસવા આવ્યા હોય તેઓ બેસીને ઘરે જતી વખતે ફરિયાદીના ઘર સામે જોતા હોય આ બાબતે ફરિયાદીએ પુછતા તેઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમજ ફરિયાદીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ફરિયાદીની ઘરની સામે રહેતા પતિ-પત્નીએ પણ ફરિયાદીને લાકડી અને સાવરડા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ધીરૂભાઇ દ્વારા ચાર અજાણ્યા પુરૂષો તથા બે સ્ત્રીઓ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત જોગવડ પાટીયે રાણીશીપ વિસ્તારમાં રહેતા અને મુળ બિહારના વતની જેવા પરવીન મોહમદ ફિરોઝ દ્વારા જોગવડ રાણીશીપ વિસ્તારમાં ગુલાબભાઇની ઓરડીમાં રહેતા ગુજરાતી પુરૂષ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદીના ભાઇ દાઉદ અને જાવેદ બન્ને ફરિયાદીની રહેણાંક ઓરડીએ બેસવા માટે આવ્યા હતાં. અને બન્ને પરત જતાં હતા ત્યારે આરોપીએ બન્નેને બોલાવી અહીં શુકામ આવ્યા છો તે બોલી કોલર પકડી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ફરિયાદીના પતી તેને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ અપશબ્દો બોલી માર માર્યો હતો. તેમજ ફરિયાદીની દીકરીને પણ લાકડી મારી ઇજા પહોંચાડી હતી. અને અહિં રહેશો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


