આજે સવારે સુરતના પાલોદ જીઆઇડીસીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અચાનક સુરતની પાલોદ જીઆઇડીસીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ આગ કેવી રીતે લાગી તેનુ કારણ હજુ જાણી શકાયુ નથી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની થતા બચી ગઈ હતી. આજે સુરતની પાલોદ જીઆઇડીસીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ જાણી શકાયુ નથી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જો કે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી.