Tuesday, December 16, 2025
HomeવિડિઓViral Videoજુઓ, મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં ફાટી નીકળેલી ભીષણ આગના ભયાનક દ્રશ્યો

જુઓ, મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં ફાટી નીકળેલી ભીષણ આગના ભયાનક દ્રશ્યો

મોરબી રાજકોટ હાઈવે પરની અજંતા ઓરેવા કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગને પગલે મોરબી અને રાજકોટ ફાયર વિભાગની ટીમે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. 8કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

- Advertisement -

રાજકોટ-મોરબી હાઇવે ઉપર વિરપર નજીક આવેલી અજંતા ઓરેવા કંપનીમાં મોલ્ડીંગ અને કલરશોપ વિભાગમાં સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું. ભયંકર આગ લાગતા મોરબીથી 3 અને રાજકોટથી 2 ફાયર એમ પાંચ ટીમોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાની કે ઈજા થવા પામી નથી તો આગમાં લાખોનું નુકશાન થયું હોવાનું અનુમાન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular