Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકૃષિ કાયદાથી પરેશાન ખેડૂતોને હવે ખાતરના ભાવ વધારાનો ડામ

કૃષિ કાયદાથી પરેશાન ખેડૂતોને હવે ખાતરના ભાવ વધારાનો ડામ

ઇફકોએ DAP ખાતરના ભાવમાં રૂા.700નો વધારો ઝીંકયો

- Advertisement -

કોરોના કેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે, ઇફકોએ ખાતરના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂા.700 સુધી ભાવ વધ્યાં છે જયારે એએસપી ખાતરમાં રૂા.375નો ભાવ વધારો થયો છે. એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો પર મોઘવારીનો માર પડયો છે.હવે ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘુ બન્યુ છે. એક બાજુ, ખેડૂતો વિજળી,પાણી સહિત અનેક સમસ્યાથી પિડીત છે. કોરોનાના કેર વચ્ચે ખેત મજૂરોની ખેંચ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ખેતપેદાશોના પુરતા પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યાં ખાતરના ભાવમાં કમ્મરતોડ વધારો થયો છે. ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ડીએસી ખાતરની એક બેગનો ભાવ રૂા.1200થી વધીને હવે રૂા.1900 થયો છે. આ જ પ્રમાણે એએસપી ખાતરની એક બેગનો ભાવ રૂો.975થી વધીને રૂા.1350 થયો છે. એનપીકે 12:32:16 ખાતરની બેગનો ભાવ રૂા.1185થી વધીને હવે રૂા.1800 થયાં છે એટલે બેગ દીઠ રૂા.625નો વધારો થયો છે. આ જ પ્રમાણે, એનપીકે 12:32:26 ખાતરની બેગનો ભાવ રૂા.1175થી વધીને રૂા.1775 થયા છે.

- Advertisement -

આ ખાતરની બેગ દીઠ રૂા.600નોવધારો નોંધાયો છે.એએસપી ખાતરના ભાવ રૂા.975થી વધીને રૂા.1350 થયાં છે. આમ, ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતો પર પડયા પર પાટુ જેવી દશા થઇ છે. કોરોનાના કેર વચ્ચે ખેડૂતોને આર્થિક મુસિબત ઉભી થઇ છે. ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.1લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.6 એપ્રિલે પત્ર જાહેર કર્યો છે.આમ, ખાતરના ભાવ વધારો થતાં ખેડૂતોના ખિસ્સા પર આર્થિક ભાર વધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular