જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રોયલ પુષ્પા પાર્કમાં રહેતા યુવાને ગૃહ કંકાસથી કંટાળીને ગાગવા ગામમાં જંગલ વિસ્તારમાં જઈ અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની પાસે આવેલા રોયલ પુષ્પા પાર્કમાં રહેતા નિલેશભાઈ ચુનીલાલ ગુટકા (ઉ.વ.40) નામના યુવાને ગૃહકંકાસથી કંટાળીેને આજે સવારે જામનગર નજીક આવેલા ગાગવા ગામના જંગલ વિસ્તારમાં જઈ શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા નિલેશ ગુટકાને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે પોલીસે યુવાનનું નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.