જામજોધપુર તાલુકાના વનાણા ગામના વાડી વિસ્તારમાં આકાશી વિજળી પડતાં સસરા અને પુત્રવધુના મોત નિપજયા હતા. તેમજ ભુપત આંબરડી ગામના વાડી વિસ્તારમાં વિજળી પડતાં બે બળદનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ, આજે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આ પલટાના કારણે જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં વિજળી પડતાં ઇસ્માઇલ કાસમ કાતરીયા(ઉ.વ.55) અને નજમાબેન કાતરીયા(ઉ.વ.25) નામના સસરા અને પુત્રવધુ ઉપર સાંજના સમયે આકાશી વિજળી પડતાં બંન્નેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી. બીજો બનાવ, જામજોધપુરના ભુપત આબરડી ગામના વાડી વિસ્તારમાં આવેલી ગોપલાભાઇ રાણાભાઇ કંડોરીયાની વાડીમાં આકાશી વિજળી પડતાં બે બળદના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં.
જામજોધપુરના વનાણામાં વિજળી પડતાં સસરા-પુત્રવધુના મોત
ભુપત આબરડીમાં આકાશી વિજળી પડવાથી બે બળદના મૃત્યુ