જામનગર શહેરના મહાવીર સોસાયટીમાં રહેતાં વેપારી યુવાનની હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર આવેલી કિંમતી જમીન ઉપર પિતા-પુત્ર સહિતના બે શખ્સોએ દબાણ કરી પચાવી પાડયા બાદ વેપારીને ધમકી આપતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મહાવીર સોસાયટી વિસ્તાારમાં રહેતાં નિશાંત ગીરધરલાલ મોરઝરીયા નમાના વેપારી યુવાન તથા તેના ભાગીદારની હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર આવેલા રેવન્યૂ સર્વે નંબર 467, 468 ના પેટા પ્લોટ નંબર 6 વાળી રૂા.7,98,882 ની કિંમતની જમીન ઉપર રસીક જેઠા ભરડવા અને તેનો પુત્ર દિશાંત રસિક ભરડવા નામના બંને શખ્સોએ દબાણ કરી જમીન પચાવી પાડી હતી. પોતાની જમીન ઉપર અન્ય શખ્સો દ્વારા વેપારી યુવાને પિતા-પુત્રની જમીન ખાલી કરી આપવા જણાવતા પિતા-પુત્રએ વેપારી યુવાનને ટાટીયા ભાંગી નાખવા સહિતની ધમકીઓ આપી હતી. જમીન ખાલી ન કરતા પિતા-પુત્ર વિરૂધ્ધ વેપારી યુવાને પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે ડીવાયએસપી જે એન ઝાલા તથા સ્ટાફે નિશાંત મોરઝરીયાના નિવેદનના આધારે રસિક જેઠા ભરડવા અને તેના પુત્ર દિશાંત ભરડવા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.