કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે રહેતાં રમેશગર ખીમગર મેઘનાથી નામના 30 વર્ષના બાબાજી યુવાનને એક પરણીતા સાથે આડા સંબંધ હોવા અંગેની શંકા કરી, આ પરિણીતાના પરિવારના હસમુખગર જેરામગર મેઘનાથી, ધવલ અરજણગર મેઘનાથી તથા ગૌરવગર અરજણગર મેઘનાથી નામના ત્રણ શખ્સોએ પૂર્વયોજીત કાવતરૂં રચી, આરોપી હસમુખગર મેઘનાથીએ પોતાનું પીકઅપ વાહન ફરિયાદી રમેશગરની ઇક્કો કાર સાથે અથડાવી અને ત્રણેય શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ઝઘડો કર્યો હતો.
આ બનાવમાં આરોપી શખ્સોએ ફરિયાદી રમેશગર મેઘનાથી પર લોખંડના પાઈપ તથા કુહાડા વડે ઘાતક હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. જતા-જતા આરોપી શખ્સોએ રમેશગરને ગાંગડી ગામમાં નહીં આવા અને જો ફરીથી તે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 326, 325, 120 (બી), 504, 506 (2) તથા જી.પી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ હાથ ધરી છે.