જામજોધપુરમાં અનુજાતિના લોકોના વિસ્તારમાં વિકાસકામો થતાં ન હોય, ગોરધનભાઇ સોલંકી તથા વિવેક વિઝૂંડા ગામના યુવાનોએ જામજોધપુર નગરપાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ કર્યા છે.
જામજોધપુરમાં અનુજાતિના લોકોના વિસ્તારમાં વિકાસના કામો થતાં ન હોય, ભેદભાવવારી નીતિ રાખવામાં આવી રહી છે. તેમજ જામજોધપુર શહેરમાં વિવિધ દબાણો થઇ ગયા છે. આ ઉપરાંત શાંતિનગર વિસ્તારમાં નિયમિત સફાઇ કરવા, વાંચનાલય ચાલુ કરવા, રિંગરોડ ખુલ્લો કરવા તથા સિધ્ધાર્થનગર પાસે આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે. તેની ખરાઇ કરવા તેમજ સતાપર જતાં વાહનોનો પ્રવાહ વિકાસનગરમાંથી પસાર થઇ શાંતિનગર તરફ વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માત થવાનો ભય રહે છે. આ વિસ્તારમાં ગતિ મર્યાદા માટે સ્પીડબ્રેકર ન હોય તેમજ આ રોડ પર દબાણ કરી રસ્તો સાંકડો કરી નાખ્યો હોય, આવા વિવિધ પ્રશ્ર્નો અંગે ગોરધનભાઇ સોલંકી તથા વિવેક વિંઝુડા દ્વારા જામજોધપુર નગરપાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે.