જામવંથલી ગામે રેલવેના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં સરપંચપતિ અનસન ઉપવાસ ઉપર ઉતર્યા હતાં. તેમની સાથે નજીકના ગામોના લોકો પણ જોડાયા હતાં.જામનગર તાલુકાના જામવંથલી ગામે રેલવેના પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં અગાઉ આપેલી ચિમકી મુજબ ગામના સરપંચપતિ અને સામાજિક આગેવાન ભુરાભાઇ ભરવાડ દ્વારા જામવંથલી રેલવે સ્ટેશને ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું તેમજ મૌનવ્રત પણ ધારણ કર્યું હતું. તેમની સાથે નજીકના ગામોના લોકો પણ જોડાયા હતાં. જામવંથલી ગામને કોરોના સમયથી બંધ ટ્રેનોના સ્ટોપ ફરી શરુ કરવા, પ્લેટફોર્મ ઉંચા લેવા સહિતની માગણી કરવામાં આવી છે. જેનો હજૂ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.