Friday, April 10, 2026
Homeસમાચારરાષ્ટ્રીયFASTag હવે અનિવાર્ય: આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, UPI...

FASTag હવે અનિવાર્ય: આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, UPI પેમેન્ટ પર વધારાનો ભાર

હાઈવે પર મુસાફરી કરતી વખતે ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી કતારો અને રોકડ (Cash) ચૂકવણી માટે થતી રકઝકથી આપણે સૌ પરિચિત છીએ. આ પરંપરાગત પદ્ધતિ માત્ર સમયનો જ વ્યય નથી કરતી, પરંતુ ઈંધણના બગાડ અને પ્રદૂષણમાં પણ વધારો કરે છે. ભારત સરકાર હવે હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યાધુનિક અને અવરોધ રહિત બનાવવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવી રહી છે. આજથી દિવસથી હાઈવે પર મુસાફરીના નિયમો મૂળભૂત રીતે બદલાઈ જશે.

- Advertisement -

નવા નિયમો મુજબ, જે વાહનો પાસે માન્ય FASTag નથી, તેઓ હજુ પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે, પરંતુ તેમને આ સુવિધા મોંઘી પડશે. જો તમે FASTag વગર UPIથી પેમેન્ટ કરશો, તો તમારે નિર્ધારિત ટોલ ફી કરતા 1.25 ગણો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, સામાન્ય ટેક્સ પર વધારાનો 25% ચાર્જ વસૂલવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને છેલ્લી ઘડીના પેમેન્ટને બદલે FASTagનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન આ વધારાનો ચાર્જ ખિસ્સા પર મોટો બોજ બની શકે છે, તેથી મુસાફરો માટે હવે FASTag રાખવું અનિવાર્ય બની ગયું છે.

સરકાર માત્ર ડિજિટલ પેમેન્ટ નથી ઈચ્છતી, પણ ‘ડિજિટલ શિસ્ત’ લાવવા માંગે છે. જો તમારી પાસે FASTag નથી અને તમે UPI દ્વારા પેમેન્ટ કરવા માંગો છો, તો તમારે સામાન્ય ટોલ દર કરતા 1.25 ગણો (એટલે કે 25% વધુ) ટેક્સ ચૂકવવો પડશે. આ સરચાર્જ પાછળનો હેતુ વાહનચાલકોને ટેગ સિસ્ટમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી ટોલ લેન પર પ્રોસેસિંગનો સમય ન બગડે.

- Advertisement -

દંડનું માળખું:

• FASTag કે વેલિડ પેમેન્ટ વગર એન્ટ્રી હાઈવે પર પ્રવેશબંધી અથવા વાહન હટાવવાની કાર્યવાહી

• ટોલ ભર્યા વગર પસાર થવું રજિસ્ટર્ડ મોબાઈલ પર ઈ-નોટિસની ફાળવણી

- Advertisement -

• નોટિસના 3 દિવસમાં પેમેન્ટ ન કરવું ,ટોલની મૂળ રકમ કરતા બમણો (Double) દંડ

અત્યાર સુધી પ્રોટોકોલ મુજબ ઘણા લોકો આઈડી કાર્ડ બતાવીને ટોલ મુક્તિ મેળવતા હતા, જે ઘણીવાર વિવાદો અને વિલંબનું કારણ બનતું હતું. હવે આ વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાશે.

Exempted FASTags:

જે મહાનુભાવો કે સેવાઓ ટોલમાંથી મુક્તિ મેળવવા પાત્ર છે, તેમણે હવે આઈડી કાર્ડના બદલે સત્તાવાર પોર્ટલ પર અરજી કરીને ‘Exempted FASTag’ મેળવવો પડશે. આ ટેગ વગર ટોલ માફી મળશે નહીં.

વાર્ષિક પાસ:

ખાનગી કાર (Private Cars) ધરાવતા લોકો માટે ₹3,075 માં વાર્ષિક FASTag પાસની સુવિધા આપવામાં આવી છે. આ પાસ દ્વારા દેશભરના 200 ટોલ પ્લાઝા પરથી કોઈ પણ વધારાના ચાર્જ વગર પસાર થઈ શકાશે.

તમારે શું કરવું

• તમારા FASTag વોલેટમાં પૂરતું બેલેન્સ છે કે નહીં તે અત્યારે જ તપાસો.

• જો તમે સ્થાનિક રહેવાસી કે મુક્તિ માટે પાત્ર હોવ, તો વહેલી તકે સત્તાવાર NHAI પોર્ટલની મુલાકાત લઈ જરૂરી

  • ‘Exempted FASTag’ અથવા વાર્ષિક પાસ માટે અરજી કરી દો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular