કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેસા ખેડૂત આંદોલનનો આજે 72મો દિવસ છે પરંતુ હજી કઈ ઉકેલ આવે તેવી શક્યતા લાગતી નથી. કાયદો પરત લેવાની જીદ પર અટકેલા ખેડૂતોએ બુધવારે હરિયાણાના જિંદ જિલ્લાના કંડેલા ગામમાં મહાપંચાયત કરી હતી. તેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, તેઓ હવે કૃષિ મંત્રી કે અન્ય કોઈ નેતા સાથે વાતચીત નહીં કરે. હવે વડાપ્રધાન અથવા ગૃહમંત્રીએ વાતચીત માટે આગળ આવવું પડશે.
ટિકૈતે આગળ કહ્યું હતું કે, અત્યારે તો ખેડૂતો ખાલી કાયદો પરત લેવાની વાત જ કરે છે, જ્યારે ગાદી પરત લેવાની વાત કરીશું ત્યારે સરકાર શું કરશે? જ્યારે કોઈ રાજા ડરે છે ત્યારે કિલ્લે બંધીનો સહારો લે છે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. બોર્ડર પર જે કિલ્લાબંધ કરવામાં આવી છે તેવી તો દુશ્મન માટે પણ નથી કરવામાં આવતી. પરંતુ ખેડૂતો ડરશે નહીં. ખેડૂતોના તેના પર ઉંઘશે અને બીજા ખેડૂતો તેને પાર કરીને જશે. સરકાર દ્વારા આંતરિક વાતચીત માટે ખેડૂતો કમિટીની સભ્ય સંખ્યા પણ ઓછી કરવાની ટિકૈતે ચોખ્ખી ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, લડાઈમાં વચ્ચે ઘોડા ન બદલાય.
કમિટીના જે સભ્યો છે તે જ રહેશે. કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસની ડ્યૂટી માટે મોકલેલી 576 ડીટીસી બસોને તુરંત ડેપોમાં પરત મુકવાનો આદેશ કર્યો છે. આ બસો ખેડૂત આંદોલનમાં સેનાને આવવા-જવા માટે રાખવામાં આવી છે. દિલ્હી પરિવહન વિભાગે ડીટીસીને એવા પણ આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ દિલ્હી સરકારની મંજૂરી વગર દિલ્હી પોલીસને બસો મળશે નહીં.