Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉં-ચણાની ખરીદીમાં ખેડૂતોની લાઇનો લાગી

ભાણવડ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉં-ચણાની ખરીદીમાં ખેડૂતોની લાઇનો લાગી

માલ ઉતારવાની જગ્યા ન હોય, એસએમએસ થયેલ 500 ખેડૂતો લાઇનમાં

- Advertisement -

ભાણવડ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘંઉ-ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ છે. પરંતુ છેલ્લાં થોડા સમયથી વજન થયેલ માલ સમયસર ઉપડતો ન હોવાથી ખરીદ કેન્દ્ર પર માલનો જથ્થો ભરપુર છે. જેથી સરકાર દ્વારા નવા 500 જેટલા એસ.એમેઅ.સથી ખેડુતો પોતાનો માલ વહેચવા વહેલી સવારથી રોડ પર લાઇનમાં ઉભા છે.

ખરીદ કેન્દ્ર મેનેજરનો રૂબરૂ સંપર્ક સાધતા જણાવેલ કે, હાલ વરસાદી વાતાવરણમાં 500 એસએમએસ થયેલ ખેડુતોનો માલ ખરીદ કેન્દ્ર પર ઉતરી શકે તેવી પરિસ્થિતિ નથી. અગાઉ વજન થયેલ જથ્થો પણ અહીં થી ઉપડયો નથી. જો વજન થયેલ જથ્થો સમયસર ઉપડી જાય તોઆવેલાં ખેડુતોનો માલ સમયસર ઉતારી તેનું ગ્રેડીંગ કરી વજન સહિતની કામગીરી થઇ શકે છે. હાલ આખા ગ્રાઉન્ડમાં વજન થયેલ માલ પડેલ છે. જેથી નવા એસએમએસ થયેલા ખેડૂતોનો માલ ઉતરી શકે તેમ નથી. જેથી ખેડૂતોની પરેશાન હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular