જામનગર તાલુકાના ફ્લા ગામે કંકાવટી નદી ઉપર કંકાવટી ડેમમાં ચાલુ વર્ષે સારા વરસાદથી પાણીનો જથ્થો પણ સારા પ્રમાણમાં આવ્યો છે. હાલ ઉનાળુ ખેતીના ખરીફ પાક માટે જરૂરી પિયત માટે ડેમના પાણીની ખેડૂતો માટે ખાસ જરૂરીયાત ઉભી થઇ શકે છે. હાલ તલ, મગ, અળદ, લીલું મકાઈ વગેરેનુ વાવેતર થયું છે. જેમાં પાણી ખૂબ જ જરૂરીયાત ઊભી થઈ છે. ત્યારે ડેમના હેઠવાસના આવતા રામપર, બેરાજા, બારાડી, હડિયાણા ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની માંગ કરી છે. કંકાવટી ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈ માટે ચારેય ગામના 500 જેટલા ચેકડેમો ભર્યા હતા. જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારે નદીમાં પાણી ન છોડવાની વાતચીત કરવામાં આવી હતી. અને ત્યારબાદ ઉપર થી ફક્તને ફક્ત હડિયાણા ગામની નદીમાં પાણી છોડવાની મજૂરી આપવામાં આવી હતી. તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યુ છે. આ ડેમ નું પાણી નદીમાં ન છોડવા માટે સોમવારે ખેડૂતો એ ઉગ્ર વિરોધ કર્યો હતો. અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જણાવ્યું છે કે અમારા ખેતરમાં ઉભા પાકને ભયંકર નુકસાન થાય તેમ છે. જો આ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરી હતી. અને અમારી રજુઆતને ધ્યાનમાં લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.


