Wednesday, February 4, 2026
Homeરાજ્યહાલારકાલાવડના શખ્સ દ્વારા ખેડૂતો સાથે 96 લાખની છેતરપિંડી

કાલાવડના શખ્સ દ્વારા ખેડૂતો સાથે 96 લાખની છેતરપિંડી

સોરઠા ગામના ખેડૂત સહિતનાઓને વિશ્વાસમાં લીધાં : ખેતપેદાશોના વેંચાણની ખરીદી કરી : રૂા. 96.97 લાખની ખરીદી કરી પૈસા ન ચૂકવ્યા : ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ

કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહેતાં ખેડૂત યુવાન સહિતના અન્ય ખેડૂતોની ખેતપેદાશ ખરીદી કરવા માટે વિશ્વાસમાંલઇ કાલાવડના શખ્સએ રૂા. 96.97 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહેતા ખેડૂત કુલદીપભાઇ ગોરધનભાઇ કોઠિયા નામના યુવાનને કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતાં દિલીપ નારણ સાવલિયા નામના શખ્સે ખેતપેદાશના માલની ખરીદી માટે અનેક ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ દિલીપએ કુલદીપભાઇ સહિતના અનેક ખેડૂતોની 6073.08 મગફળીનો પાક રૂા. 84,92,204ની કિંમત, રૂા. 5,80,697ની કિંમતના 112 મણ તલ તથા રૂા. 6,25,000ની કિંમતના 374 મણ સફેદ ચણા સહિત કુલ રૂા. 96,97,601ની કિંમતની ખેતપેદાશોની ખરીદી કરી હતી. ત્યારબાદ આ ખેતપેદાશોના વેંચાણની રકમ ખેડૂતોને પરત આપી ન હતી. છેલ્લા ત્રણ મહિના દરમ્યાન દિલીપએ આ રીતે ખેડૂતોને વિશ્વાસમાં લઇ જુદી જુદી ખેતપેદાશોની ખરીદી કરી ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

ત્યારબાદ ખેડૂતો દ્વારા વેંચેલી ખેતપેદાશોની વેચેલા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતાં કરવામાં આવતાં દિલીપએ ખેડૂતોને ખેતપેદાશોના વેચાણના રૂપિયા આપવામાં આનાકાની કરતાં કંટાળેલા ખેડૂતોએ આખરે પોલીસનો સહારો લેવો પડયો હતો. જેમાં કુલદીપભાઇ સહિતના ખેડૂતોના નિવેદનના આધારે ઇન્ચાર્જ પીએસઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફએ દિલીપ નારદ સાવલિયા સહિતના શખ્સો વિરૂઘ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular