જામજોધપુર તાલુકાના ગીંગણી નજીક આવેલી વેણુ નદીના કોઝવે પર પાણીના પ્રવાહમાં યુવાન ખેડૂત બળદગાડા સાથે તણાઇ જતા લાપતા થયો હતો.
જામજોધપુર તાલુકાના ગીંગણી પાસે આવેલ વેણુ નદીના કોઝવેમાં પાણીના પુરના પ્રવાહમાં ગીંગણી ગામના ખેડુત ધાન સુરભાઇ ગઢવી ગઈકાલે બપોર બાદ બળદગાડુ લઈ નીકળતા પાણીના પ્રવાહમાં તણાઇ જતા ગામ લોકોને જાણ થતા જામજોધપર મામલદાર કચેરી તંત્ર પોલીસ વિભાગ, ફાયર વિભાગ તાલુકા વિકાસ અધીકારી વગેરે ઘટના સ્થળે દોડી ગયેલ અને રેસ્કયુની કામગીરી આરંભી હતી તે દરમ્યાન બન્ને બળદો સીદસર પાસેથી મૃત હાલતમાં મળી આવેલ હતાં. જયારે ખેડુત લાપતા હોય મોડી સાંજ સુધી મળી ન આવતા ફરીથી શોધખોળની કામગીરી કરવામાં આવી હતી.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામનો ખેડૂત પાણીના પૂરમાં તણાઇ ગયો
બન્ને બળદોના મૃતદેહો સાંપડ્યા: યુવાન ખેડૂતની શોધખોળ