કાલાવડ તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલા ખેતરમાંથી પોલીસે રેેઈડ દરમિયાન રૂા.36500 ની કિંમતની 89 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે બાવન બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જીવાપર ગામના વાડી વિસ્તારમાં આવેલી અતુલભાઈની વાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઈ એન.વી. ડાભી, પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે રેઈડ દરમિયાન વાડીમાંથી તલાસી લેતા રૂા.36500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 89 બોટલ મળી આવતા પોલીસે મજૂરી કામ કરતા કૈલાશ વેસ્તા મસાણિયા નામના શખ્સને દબોચી લઇ દારૂનો જથ્થો કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના કિશાન ચોક નંદા બ્રધર્સ વાળી શેરીમા રહેતાં ઉમેશ ઉર્ફે બાબુડી પ્રકાશ નાખવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.26000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બાાવન બોટલ મળી આવતા પોલીસે ઉમેશ ઉર્ફે બાબુડી પ્રકાશ નાખવાને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો નાગેશ્ર્વરમાં રહેતા મુરતુજા ઉર્ફે લાડુળો નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.