‘બિગ બોસ 15’ ને હજુ ઘણો સમય બાકી છે પરંતુ નિર્માતાઓએ 14 મી સીઝન પૂરી થતાંની સાથે જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ‘બિગ બોસ 14’ ના સમાપ્ત થયા પછી તરત જ સામાન્ય લોકોની એન્ટ્રી માટે નોંધણી શરૂ થઈ હતી ત્યારે હવે નિર્માતાઓએ સેલિબ્રિટીને ‘બિગ બોસ 15’ માટે આમંત્રણ આપ્યું છે.
બિગ બોસની દરેક સિઝન તેના પ્રતિયોગી અને તેમના ઝઘડાઓ, કોન્ટ્રોવર્સીના કારણે લોકોને ખૂબ પસંદ આવતી હોય છે. બિગ બોસ સિઝન 15માં કન્ટેસ્ટન્ટ્સના નામોની કાયમ ચર્ચા રહેતી હોય છે. સૂત્રોનું માનીએ તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફેમ દયાબહેન એટલે કે દિશા વાકાણી અને અભિનેત્રી રિયા ચક્રવર્તી બિગ બોસની સિઝન-15માં જોવા મળી શકે છે.
આ ઉપરાંત બીગબોસ 14માં રનરઅપ થયેલ રાહુલ વૈદ્યની ગર્લ ફ્રેન્ડ દિશા, પાર્થ સમથન, નિયા શર્મા, સનાયા ઈરાનીના નામ પણ ચર્ચામાં છે. જોકે આ નામ અંગે ઓફિશિયલી જાહેરાત થઈ નથી. જોકે, બિગ બોસની સિઝન -15માં દિશા વાકાણી, રિયા ચક્રવર્તી, પાર્થ સમથાન, અનુષ્કા દાંડેકરને અપ્રોચ કરવામાં આવ્યા છે. આ સીવાય દિવ્યાંકા ત્રિપાઠી અને તેનો પતિ વિવેક દહીયા પણ બિગ બોસની અગામી સીઝનમાં જોવા મળે તેવી શક્યતાઓ છે.
‘બિગ બોસ 15’ ટીવી પર ક્યારે ટેલિકાસ્ટ થશે તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે તેની શરૂઆત ઓક્ટોબરમાં થશે. આ શોમાં 10 સેલિબ્રિટી યુગલો ઉપરાંત 5 સામાન્ય લોકો ભાગ લેશે.