જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને ઓકિસજન આપવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારજનોની હાજરીમાં ઓકિસજન માસ્ક કાઢી નાખવામાં આવતા દર્દીનું મૃત્યુ થયું હોય અને પરિવારજનો દ્વારા ફરીથી માસ્ક લગાવવા વિનંતી કરવા છતાં માસ્ક લગાવવામાં આવ્યું ન હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.