Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપતિ દ્વારા છૂટાછેડા મેળવવાનો દાવો મંજૂર કરતી ફેમીલી કોર્ટ

પતિ દ્વારા છૂટાછેડા મેળવવાનો દાવો મંજૂર કરતી ફેમીલી કોર્ટ

- Advertisement -

મૂળ સુરેન્દ્રનગરમાં રહેતા અમિત પીતાંબરભાઈ મકવાણા કે જેઓ 2007 નર્સિંગનો અભ્યાસ કરતાં હતાં ત્યારે જામનગરમાં રહેતાં કિર્તીબેન રાજેન્દ્રકુમાર પરમાર સાથે પરિચયમાં આવેલા અને તેઓ સાથે પ્રેમ સંબંધ બંધાયેલ અને બંને એક જ જ્ઞાતિના હોય કુટુંબિક સહમતિથી તા.18/05/2012 ના રોજ હિન્દુ રિતરિવાજ મુજબ તેમના લગ્ન કરવામાં આવ્યા હતાં અને લગ્ન બાદ તેઓ સંયુકત કુટુંબમાં વઢવાણ મુકામે રહેવા ગયા હતાં. ત્યાં 10 દિવસ રહ્યા બાદ કુટુંબિક રીત રિવાજ મુજબ માતાના ઘરે પરત ચાલ્યા ગયા હતાં. ત્યાં જઈને તેમણે જણાવેલ કે, તેઓ વઢવાણ મુકામે નહીં પરંતુ જામનગર મુકામે રહેવા માંગે છે. છ મહિના બાદ તેઓને સમજાવટથી ફરી પાછા વઢવાણ મુકામે લઇ આવેલા પરંતુ પરત આવ્યા બાદ શાક બનાવવાની બાબતે ઝઘડો થયેલો અને તેણી પરત તેના માતા-પિતાના ઘરે ચાલ્યા ગયા હતાં અનેક સમજાવટો કરવા છતાં તેણી સાસરામાં પરત ન ફરતા અને તેણીએ પોતાનું પોસ્ટીંગ ઈરાદાપૂર્વક જામનગર ખાતે કરવી, જામનગરમાં રહેતાં હતાં. આથી અમિતભાઈ અને તેમના પિતા દ્વારા પત્રો તેમજ સમાજના આગેવાનો દ્વારા સમાધાનનો પ્રયત્ન કરવા છતાં કોઇ હલ ન નિકળતા અમિતભાઈ દ્વારા ફેમીલી કોર્ટમાં છુટાછેડા મેળવવા માટે દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને જે દાવો ફેમીલી કોર્ટમાં ચાલતા તમામ રજૂઆતો ગ્રાહ્ય રાખીને ફેમીલી કોર્ટ જામનગર દ્વારા અમિત પીતાંબરભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છુટાછેડા માટેનો દાવો મંજૂર કરતો હુકમ ફરમાવેલ છે તેમજ પત્ની કીર્તિબેન રાજેન્દ્રકુમાર પરમાર કમાવવા માટે સક્ષમ હોય કોઇ એલીમનીનો હુકમ કરેલ નથી.

- Advertisement -

આ કેસમાં અરજદાર તરફે વકીલ રૂચિર આર. રાવલ, સંજય વી. નંદાણિયા, જયવીર વરૂ, પ્રકાશ પી. માંડવિયા તથા યજુવેન્દ્રસિંહ પરમાર રોકાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular