Wednesday, February 25, 2026
Homeરાજ્યજામનગરએકલી મહિલા સાથે ઝઘડો કરવાની ના પાડતા પરિવાર પર હુમલો

એકલી મહિલા સાથે ઝઘડો કરવાની ના પાડતા પરિવાર પર હુમલો

એકલી મહિલા સાથે યુવકએ ઝઘડો કરવાની ના પાડી : ઉશ્કેરાયેલા શખ્સ અને તેના પરિવારના ચાર શખ્સો દ્વારા હુમલો : યુવક અને તેના માતા-પિતા ઉપર હુમલો કરી ધમકી

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતાં યુવકે એકલી મહિલા સાથે ઝઘડો કરવાની ના પાડતા બે મહિલા સહિતના ચાર શખ્સોએ યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરી મહિલાને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ધરારનગર બેમાં રહેતાં યુસુફભાઇ સુમરા નામના યુવાનનો પુત્ર ઇમ્તિયાઝ મંગળવારે મોડીસાંજના સમયે રિક્ષા પાર્ક કરવા જતો હતો, ત્યારે તૈયબ સુમરા નામનો શખ્સ એકલી મહિલા સાથે ઝઘડો કરતો હતો. જેથી ઇમ્તિયાઝે મહિલા સાથે ઝઘડો કરવાની ના પાડતાં તૈયબ સુમરા, અલ્તાફ તૈયબ સુમરા, સાયરાબેન અલ્તાફ સુમરા, સાઝમીન તૈયબ સુમરા નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઇમ્તિયાઝને માર માર્યો હતો. તેથી ઇમ્તિયાઝએ તેના પિતાને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારે ચારેય શખ્સોએ યુસુફભાઇ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હસીનાબેનને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular