Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં કચરો ફેંકવાની બાબતે બે પરિવારો દ્વારા સામસામા હુમલા

જામનગરના દરેડમાં કચરો ફેંકવાની બાબતે બે પરિવારો દ્વારા સામસામા હુમલા

મજૂરોને કામ માટે ન બોલાવવા તથા કચરો ફેંકવાની બાબતે પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો ધોકા અને પાઇપ વડે હુમલો : સામાપક્ષે પિતા-પુત્ર સહિતના છ શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો : સામસામા હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘવાયા : પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ આરંભી

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં આલ્ફા હાઇસ્કૂલ પાછળના વિસ્તારમાં ગેસ રિફિલીંગનું કામ કરતાં પિતા-પુત્રને ચાર શખ્સોએ કચરો ફેંકવાની બાબતે બોલાચાલી કરી લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે પિતા-પુત્ર સહિતના છ શખ્સો દ્વારા યુવાન અને યુવાન ઉ5ર લાકડાના ધોકા વડે માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બંનેપક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં મુરલીધર સોસાયટીમાં રહેતા અને આલ્ફા હાઇસ્કૂલ પાછળ દુકાનમાં ગેસ રિફિલીંગનું કામ કરતાં કાસમ યુનુસ ઉર્ફે ભુરા બુઢાણી નામનો યુવક અને તેના પિતા યુનુસ ઉર્ફે ભુરા બુઢાણી નામના પિતા-પુત્ર જેની દુકાનમાં ગેસ રિફિલીંગનુ કામ કરતાં હતા ત્યારે હાજી જુમા બુઢાણીએ કામસના મજૂરને દુકાનમાં કામ કરવા ન બોલાવવા તથા અસરફ ઉર્ફે સલેમાન ઇસ્માઇલ બુઢાણીએ દુકાન પાસે કચરો ન ફેકવાની બાબતે થયેલી બોલાચાલી બાદ ગાળાગાળી કરી હાજી બુઢાણી, અસરફ બુઢાણી, બસીર ઇસ્માઇલ બુઢાણી અને મોહસીન ઉર્ફે ઘોઘો બસીર બુઢાણી નામના ચાર શખ્સોએ એકસંપ કરી યુનુસ બુઢાણી અને તેના પુત્ર કામસ ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ પિતા-પુત્રને દુકાન છોડીને જતાં રહેવાનું કહી પતાવી દેવાની ધમકી આપી હતી.

સામાપક્ષે હાજી જુમા બુઢાણી ઉપર કાસમ યુનુસ બુઢાણી, યુનુસ ભુરા બુઢાણી, ઐઝાઝ યુનુસ બુઢાણી, અકબર યુનુસ બુઢાણી, હુશેન યુનુસ બુઢાણી અને હસન ઉર્ફે ડાલો નામના છ શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા વડે હાજી, સલેમાન, મોહસીન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. બંનેપક્ષ દ્વારા સામાસામ કરાયેલા હુમલામાં પાંચ થી વધુ વ્યક્તિઓને ઇજા પહોચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફે ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી જઇ કાસમ તથા સામાપક્ષે હાજીની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular