Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVIDEO : જામનગરમાં માતાજીના માંડવામાં 40થી વધુ લોકોને આંખમાં ઈન્ફેકશન

VIDEO : જામનગરમાં માતાજીના માંડવામાં 40થી વધુ લોકોને આંખમાં ઈન્ફેકશન

- Advertisement -

જામનગર શહેરમાં સાધના કોલોની પાસે આવેલા મહાવીરનગર વિસ્તારમાં માતાજીના માંડવામાં કોઇ કારણસર ઈન્ફેકશન થવાથી 40 થી વધુ લોકોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, આ અસરમાં વધુ લોકોને ઈન્ફેકશન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોની નજીકના મહાવીરનગર વિસ્તારમાં બાળકના બાળમોવારા અંતર્ગત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવામાં મંગળવારે રાત્રિના સમયે 500 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે, રાત્રિના સમયે તો કાંઈ તકલીફ હતી નહીં પરંતુ આજે સવારે એક પછી એક 10 લોકોને કોઇ કારણસર આંખમાં ઈન્ફેકશન થવાની ફરિયાદ થતા આ લોકોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, આ આંકડો વધીને 30 ઉપર પહોંચી ગયો છે. તેમજ અન્ય 10 થી 15 લોકોને પણ આંખમાં ઈન્ફેકશન થવાની ફરિયાદો ઉઠી હતી. હોસ્પિટલમાં સામાન્ય સારવાર આપવામાં આવી હતી. આ માંડવાના કાર્યક્રમમાં 40 થી વધુ લોકોને આંખમાં ઈન્ફેકશન થયાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular