Thursday, December 26, 2024
Homeરાજ્યટાટા કેમિકલ્સના સહયોગથી દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ઓકિસજન બેડની સુવિધામાં વધારો

ટાટા કેમિકલ્સના સહયોગથી દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ઓકિસજન બેડની સુવિધામાં વધારો

- Advertisement -

મીઠાપુરની ટાટા કેમિકલ્સનાં સહયોગથી દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. મીઠાપુરની ટાટા કેમિકલ્સ દ્વારા ઓક્સિજનની વધુ સુવિધા ઊભી કરવામાં આવતાં દ્વારકા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ની સંખ્યા બમણી થઈ છે. પહેલાં 30 બેડ હતા હવે 60 બેડને ઓક્સિજન સપ્લાય કરવામાં આવશે.

- Advertisement -


ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી નાં બીજા વેવમાં અતિ ગંભીર અસર જોવા મળી રહી છે, ત્યારે રાજ્યના તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને મોટાભાગના દર્દીઓને ઓક્સિજન બેડની સુવિધા નાં મળતા સ્થિત વધુ ગંભીર બની છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના સરકારી હોસ્પિટલમાં હાલ ઓક્સિજન સપ્લાય વાળા માત્ર 30 બેડ હતા તે અંગે દ્વારકા તાલુકાના મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ ઉદ્યોગ દ્વારા તાત્કાલિક રૂ પાંચ લાખના ખર્ચે કરી વધુ ત્રીસ બેડ પર ઓક્સિજન મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી દ્વારકા તાલુકા માં કોરોનના દર્દીઓને સારવાર માં સુવિધાનો વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular