Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરપુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે મોડર્ન આર્ટ અંગેનું પ્રદર્શન

પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે મોડર્ન આર્ટ અંગેનું પ્રદર્શન

નગરજનો આ પ્રદર્શન આગામી તા.31 જાન્યુઆરી સુધી નિહાળી શકશે

- Advertisement -

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે મોડર્ન આર્ટ અંગેનું પ્રદર્શન યોજાયું હતું. આ મોડર્ન આર્ટ વર્કશોપમાં 10 થી 60 વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ કુલ 26 કલાકારોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં 26 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સંગ્રહાલયના ક્યુરેટરએ જણાવ્યું છે કે દરેક મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં જામનગરના કલાકારોને તેમના ચિત્રો જાહેર જનતા સમક્ષ પ્રદર્શિત કરવાની તક મળે તે હેતુથી આવા પ્રદર્શનો યોજવામાં આવશે.

- Advertisement -

પ્રદર્શનમાં કલાકારો દ્વારા રાધે કૃષ્ણ, મોડર્ન આર્ટ, ઍબ્સ્ટ્રેક્ટ, આયુર્વેદ, સિનેરિક, એન્જલ જેવા વિવિધ વિષયો આધારિત ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ચિત્રો તૈયાર કરવા માટે ઓઇલ પોઈન્ટ, એક્રેલિક અને વોટર કલર જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જામનગરની જાહેર જનતા આ પ્રદર્શન આગામી તા. 31 જાન્યુઆરી સુધી નિહાળી શકશે.

પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્મા ટ્રસ્ટના ફાઉન્ડર પ્રીતિ કિરકોલ દ્વારા કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે શહેરના પીઢ કલાકાર ઈશ્વરભાઈ ચૌહાણ અને ઈન્દુભાઈ સોલંકી ઉપસ્થિત રહીને નવા ઉભરતા કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રદર્શનને સફળ બનાવવા માટે આરતી ગોસ્વામી, પ્રીતિ પાંડે, કાના રાઘવ ઠુંગા અને નરેશભાઈ ગુજરીયાએ જહેમત ઉઠાવી હતી, તેમ સંગ્રહાલય ક્યૂરેટર ડો. ધીરજ વાય. ચૌધરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular