Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવેક્સિન માટે રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ

વેક્સિન માટે રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ

રસીકરણની સ્પીડ વધારવા માટે કેન્દ્ર સરકારે બદલ્યા નિયમો : સીધા કેન્દ્ર પર જઇને રસી મૂકાવી શકાશે

- Advertisement -

કોરોના વિરૂધ્ધ જંગમાં વેકિસનેશનની ગતિને વધારવા માટે સરકારે રસીના નિયમોનેવધુ સરળ બનાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હવે કોરોના રસી લેવા માટે પહેલેથી કોવીન એલ કે વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન અનિવાર્ય રહેશે નહીં. સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવીન એપ અથવા વેબસાઈટપર વેકિસનમાટે રજીસ્ટ્રેશન કરવાની સમસ્યાનેખતમ કરી દીધી છે. સરકારનાજણાવ્યા મુજબ, કોઈ પણ વ્યકિત તેમનાનજીકના વેકિસનેશન સેન્ટર જઈને ઓનસાઈટરજીસ્ટ્રેશન કરાવી શકે છે. પીઆઈબી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોવીન પ્લેટફોર્મ, વોક-ઈન ઉપરાંત રસીકરણ માટે અરજીની અનેક રીતમાંથી એક છે. વેકિસનેશનનીગતિને વધારવા માટે હેલ્થ વકર્સઅને આશા કાર્યકર્તા વેકસીન લેનારા લોકોને ગ્રામીણ વિસ્તારો અને શહેરી સ્લ્મ વિસ્તારોમાં ઓનસાઈટ રજીસ્ટ્રેશન માટે જાગૃત કરશે.

- Advertisement -

વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે 13 જૂન સુધી કોવીન પર નોંધાયેલ 28.36 કરોડ લાભાર્થીઓમાંથી 16.45 કરોડ લાભાર્થીઓએઓનસાઈટમોડમાં અરજી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 13 જૂન સુધી કોવીન પર નોંધાયેલ કુલ 24.84 કરોડ વેકસીન ખુરાક માંથી19.84 કરોડ ખુરાકને ઓનસાઈટ નોંધણીના માધ્યમથી આપવામાં આવી. ઉલ્લેખનિય છે કે આ વર્ષે 16 જાન્યુઆરીએ ભારતમાં વિશ્ર્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની પહેલ કરી છે. અત્યાર સુધી દેશમાં કોરોનાની રસીની 26 કરોડથી વધુ ખુરાક લગાવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે ગઈ કાલે 18-44 વર્ષના 13,13,438 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જયારે54,375 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના રસીકરણના ત્રીજા ચરણની શરૂઆતથી અત્યાર સુધીમા દેશભરમાં 18-44 વર્ષના વર્ગના 4,49,87,004 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 8,95,517 લોકોને બીજી ડોઝ લીધો છે. તેને કહ્યું કે બિહાર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઓડિશા, યુપી, અને પશ્યિમ બંગાળમાં 18-44 વર્ષના 10-10 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular