Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયનવા વર્ષને આવકારવા વિશ્વભરમાં થનગનાટ

નવા વર્ષને આવકારવા વિશ્વભરમાં થનગનાટ

આજે સાંજથી જ ડાન્સ-ડીજે-ડીનરની ધુમ: આતશબાજીથી આકાશ ઝળહળશે : હોટલો-રેસ્ટોરન્ટ-ફાર્મ હાઉસો ઉપરાંત ગોવા-મસુરી-મુંબઇ-દિલ્હી સહિતના શહેરોમાં પ્રવાસીઓનો ધસારો : રાત્રે 12 વાગતા જ જાણે સુરજ ઉગશે : આજે વીકએન્ડ હોવાના કારણે પાર્ટી રસિયાઓનો ઉત્સાહ બેવડાયો

- Advertisement -

2022ના વર્ષને વિદાય આપવા અને 2023ના વર્ષને વેલકમ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. સમગ્ર વિશ્વ આજે રાત્રે જશ્નમાં ડૂબશે. કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા 3 વર્ષથી થર્ટી ફર્સ્ટની જાહેરમાં અને રંગારંગ ઉજવણીને નિયંત્રણોનું ગ્રહણ નડી ગયું હતું. તે સામે આ વખતે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનને લઇને કોઇ કડક નિયંત્રણો નહિ હોવાથી યુવા વર્ગ ઉજવણીને લઇને થનગનાટ અનુભવી રહ્યો છે. તેમાં પણ આજે શનિવાર એટલે કે વીકએન્ડ હોવાના કારણે પાર્ટી રસિયાઓનો ઉત્સાહ બેવડાઇ ગયો છે. આજે સાંજથી જ પાર્ટીના આયોજન સાથે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં મગ્ન થઇ જશે. આજે શનિવાર અને કાલે રવિવાર હોવાથી લોકો ફરવાના સ્થળોએ પહોંચી ગયા છે. દિલ્હી-ગોવા-મુંબઇ-કોલકતા-મુસરી-આબુ-ઉદયપુર સહિત શહેરોમાં ભવ્યાતી ભવ્ય ઉજવણી થવાની છે. આજે લોકો ખાટી-મીઠી યાદો સાથે બાય બાય બાવીસ અને વેલકમ 2023 માટે થનગની રહ્યાં છે. હોટલો-રેસ્ટોરન્ટ-ફાર્મ હાઉસો વગેરેમાં રાતભર પાર્ટીના આયોજનો થયા છે. રાત્રે 12 વાગતા જ આતશબાજીની ધુમ મચશે. આકાશ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠશે. નાના-મોટા સૌ કોઇ નવા વર્ષને નવી આશાઓ સાથે આવકારવા થનગની રહ્યાં છે. 12 વાગતા જ સમગ્ર વિશ્ર્વ જશ્નમાં ડુબી જશે. કડકડતી ઠંડી વચ્ચે ગીત-સંગીતની ધુન પર લોકો ઝુમી ઉઠશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular