ગાંધીનગરમાં ધો-10 વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8 મનપા વિસ્તારની શાળામાં પરીક્ષા નહી યોજાય. 15થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષા નહી યોજાય. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના વિધાર્થીઓ DEOની મંજુરી લેવી પડશે. પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે.
ધો.10-12ની બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણવિભાગે નવા આદેશ આપ્યા છે. પહેલા ગુજરાત બોર્ડે 15થી 17 એપ્રિલ સુધી ધો.10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા શાળા કક્ષાએ લેવા સૂચના આપી હતી. પરંતુ કોરોનાને પગલે આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરવામા આવી છે અને અન્ય શહેરો-ગામોમાં હવે 15થી 17 એપ્રિલને બદલે 15થી 30 એપ્રિલ સુધી લેવા માટે સૂચના આપવામા આવી છે.
ધો.10માં ફરજીયાત મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે અને ચિત્ર, ઉદ્યોગ, સંગીત સહિતના ઘણા મરજીયાત વિષયોની પરીક્ષા શાળાએ પોતાની રીતે લેવાની હોય છે અને આ પરીક્ષાના ગુણ સ્કૂલ દ્વારા બોર્ડને મોકલી આપવામા આવે છે. આ મરજીયાત વિષયોની 50 ટકા પ્રેક્ટિકલ અને 50 ટકા થીયરીની પરીક્ષા હોય છે. આમ તો દર વર્ષે આ પરીક્ષા અગાઉથી જ એકેડમિક કેલેન્ડરમાં દર્શાવી દેવાય છે અને ફેબ્રુઆરીમાં લઈ લેવાતી હોય છે પરંતુ કોરોનાને પગલે કેલેન્ડર તૈયાર કરાયુ નથી અને બોર્ડે આ પરીક્ષા તમામ સ્કૂલોને 15-17 એપ્રિલ દરમિયાન લઈ લેવા સૂચના આપી હતી.
કારણકે 10મી મેથી બોર્ડ પરીક્ષા શરૂ થતી હોય તે પહેલા સ્કૂલોને પરીક્ષા લઈને ને ગુણ ઓનલાઈન મોકલી દેવા સૂચના આપવામા આવી હતી. પરંતુ કોરોનાના સતત વધતા કેસોને પગલે બોર્ડે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ગાંધીનગર અને ભાનવગર સહિતના આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરી દીધી છે. જ્યારે અન્ય શહેરો-ગામોની ધો.10ની સ્કૂલોમાં આ પરીક્ષા શાળા કક્ષાએ જ લેવાની રહેશે પરંતુ કોરોનાને લઈને વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બોર્ડે પરીક્ષાના દિવસો વધાર્યા છે. હવે બોર્ડે સ્કૂલોને 15-30 એપ્રિલ સુધી પરીક્ષા લેવા પરિપત્ર કર્યો છે.