દેશના વિદ્યાર્થીઓને એક સંદેશ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શોર્ટકટ નહિ અપનાવવાની સલાહ આપી હતી. ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે ચીટિંગથી તેમને એક કે બે પરીક્ષામાં મદદ મળી શકે છે, પરંતુ લાંબાગાળે તેનાથી ફાયદો નહિ.
જોકે તેમણે કહ્યું હતું કે પરીક્ષાના પરિણામો જીવનના અંત નથી. વડાપ્રધાને વાલીઓને પણ સલાહ આપી હતી કે સામાજિક દરજ્જાને કારણે તેમણે બાળકો પર દબાણ ન કરવા જોઇએ. જોકે સામે વિદ્યાર્થીઓને એવું પણ સૂચન કર્યું કે તેઓ અપેક્ષાઓના આવા બોજમાંથી બહાર આવવા તેમના કામ પર ફોકસ કરવો જોઇએ.
પરીક્ષાનું તાણ જેવા મુદાઓ પર વિદ્યાર્થીઓ સાથેની વાર્ષિક વાતચીત અંગે તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ અનેક સવાલોના જવાબ આપ્યા હતા. શોર્ટ કટ નહિ અપનાવવાની સલાહ આપતાં મોદીએ ફુટ રેલવે ટ્રેક પાર કરવા માટે ફુટ ઓવરબ્રિજને બદલે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરનારાઓનો દાખલો આપ્યો હતો. ‘શોર્ટકટ્સ તમને ક્યાંય નહિ લઇ જાય.’તેમણે બાળકોને ગેજેટ્સના વધુપડતા ઉપયોગ સામે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેમને મોબાઇલ ફોન્સમાં નહિ પરંતુ સ્માર્ટનેસમાં વિશ્ર્વાસ રાખવો જોઇએ નહિ. આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગીદારી માટે રેકોર્ડ 38 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જે ગયા વર્ષ કરતાં ઓછામાં ઓછા 15 લાખ વધુ છે તેમ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું.