Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતરાજયના 36 શહેરોમાં કફર્યુ અને નિયંત્રણો લંબાવવા અંગે સાંજે નિર્ણય

રાજયના 36 શહેરોમાં કફર્યુ અને નિયંત્રણો લંબાવવા અંગે સાંજે નિર્ણય

રાત્રિ કફર્યુનો અમલ ચાલુ રહે તેવી સંભાવના : વેપાર-ધંધામાં મળી શકે છે છૂટછાટ

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આમ છતાહજુ કોરોના શાંત થયો નથી. આ સંજોગોમાં મીની લોકડાઉન ચાલુ રાખવુ કે છૂટ આપવી ? એ બાબતને લઈને સરકાર ભારે મુંઝવણમાં મુકાઈ હોવાનું જાણવા મળે છે. જો કે રાજ્ય સરકાર રાત્રી કર્ફયુ ચાલુ રાખે તેવી શકયતાહોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના અનેક વેપારી સંગઠનોએ આર્થિક પ્રવૃતિ ધમધમતીકરવા માટે મીની લોકડાઉનમાં છૂટછાટની માંગણી કરી છે. અત્રે એ નોંધનીય છે કે રાજ્ય સરકારે મીની લોકડાઉનઅને 36 શહેરોમાં રાત્રી કર્ફયુની જાહેરાત કરી હતી તેની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે. તેથી મીની લોકડાઉનઅને રાત્રી કર્ફયુ વિશે આજે સાંજ સુધીમાં સરકાર કોઈ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે. કોરોનાની ચેઈન તોડવા માટે હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને36 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 સુધીનો કર્ફયુ ચાલી રહ્યો છે. એવુ જાણ વા મળે છે કે કોરોનાના કેસ ઘટી ગયા છે પરંતુ સરકાર કોઈ ખતરો લેવા માગતી નથી આથી રાત્રી કર્ફ્યુનો અમલ લંબાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મીની લોકડાઉન પણ જાહેર કર્યું છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દવા, કરીયાણુ, ડેરી, શાકભાજી, ફળફળાદી, ચશ્માની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટને ટેઈકઅવેની છૂટ આપી છે જ્યારે બાકીની દુકાનો-બજારોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જે હેઠળ તા. 4 મેથી મોટાભાગની દુકાનો-બજારો બંધ છે જેના કારણે વેપારીઓ અકળાયા છે અને ગુજરાતભરમાંથી વેપારી એસોસીએશનોએ સરકારને અપીલ કરી છે કે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે. તેઓએ દલીલ કરી છે કે મંદીના સમયમાં દુકાનો બંધ રાખવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ હલબલી ઉઠી છે. જેના કારણે હવે દુકાનો ખોલવાની મંજુરી મળવી જોઈએ. વિવિધ વેપારી એસોસીએશનોની અપીલને ધ્યાને લઈને સરકાર મીની લોકડાઉનમાં છૂટછાટ આપશે તેવુલાગે છે પરંતુ રાત્રી કર્ફ્યુનો અમલ ચાલુ રહે તેવુ જણાય છે. સરકાર આ બાબતે આજ સાંજ સુધીમા કોઈ નિર્ણય જાહેર કરશે તેવુ જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે 8 મહાનગરો ઉપરાંત રાજ્યના 36 શહેરોમાં બધુ જ બંધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular