Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતવાહનો હોય જ નહીં, છતાંયે કરોડો રૂપિયાની લોન મળી જાય !

વાહનો હોય જ નહીં, છતાંયે કરોડો રૂપિયાની લોન મળી જાય !

આ પ્રકારના ગુનાઓ વિવિધ સ્થળે બનતાં હોય, બેંક અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં

- Advertisement -

સુરત શહેરના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પાસે આવેલ ક્રોસ વે મોલના બીજા માળે આવેલ એચડીએફસી બેંકમાંથી ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદિત નહિ કરવામાં આવેલા એવા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજો ઉભા કરી કુલ 24 વાહનો ઉપર રૂ. 3.42 કરોડની લોન લેવાના કૌભાંડમાં પોલીસે ઢોલરિયા દંપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર પાટિયા પ્રથમ રો હાઉસની પાસે જીવનદિપ કોમ્પલેક્ષમાં રહેતા અને બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતાં અશોકભાઈ મણીલાલ પીપરોડીયા તા. 30 જુનના રોજ પોલીસમાં 18 આરોપીઓ સામે રૂ. 3,41,33,634 ની છેતરપિડીની ફરિયાદ નોંધાવી હ્તી. ફરિયાદમાં અશોક્ભાઈએ જણાવ્યુ હતુ કે આરોપીઓએ ગત તા. 28 ફેબુઆરી 2017માં બેન્કમાંથી અશોક લેલન અને ટાટા મોટર્સ કંપનીના 24 વાહનો ઉપર લોન લીધી હતી. આરોપીઓ તે પૈકી બેન્ક્માં1,54 કરોડ ની ભરપાઈ કરી દીધી હતી. જયારે બાકીના લેવાના નીકળતા રૂ.3,41,33,634ની ભરપાઈ કરી ન હતી. બેન્ક દ્વારા તપાસ કરવામાં આવતા ચોક્વનારી વિગત બહાર આવી હતી.

- Advertisement -

આરોપીઓએ જે વાહનો ઉપર કરોડોની લોન લીધી હતી જેવા ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદન કરવામાં જ આવ્યા ન હતા.અને આરોપીઓએ તેના બોગસ દસ્તાવજો ઉભા કરી વાહનોને હયાત બતાવી તેના ઉપર લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં પોલીસે સરથાણા જકાતનાકા પાસેની મેઘ મલ્હાર રેસીડન્સીમાં રહેતાં વિમલ મનસુખ ઢોલરિયા અને તેની પત્ની જસ્મિતાની ધરપકડ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular