Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતનિવૃતિની સરકારી વયમર્યાદા પછી પણ,સિનિયરો ધારાસભ્ય બની શકશે: ભાજપા

નિવૃતિની સરકારી વયમર્યાદા પછી પણ,સિનિયરો ધારાસભ્ય બની શકશે: ભાજપા

ભાજપાના 47 એમએલએ 60 વર્ષથી વધુ વયના: પાલિકાઓની ફોર્મ્યૂલા વિધાનસભામાં લાગુ ન કરવા ભાજપાનો નિર્ણય

- Advertisement -

- Advertisement -

અમરેલી ખાતે પરસોતમ રૂપાલાના સન્માન સમારોહમાં પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીની મેડિકલ કોલેજ ખાતે બોલતાં જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે લેવાયો છે, એ વિધાનસભા માટે નથી લેવાયો.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ તાજેતરમાં અમરેલી સિવિલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ફાળવ્યો હતો. એ નિમિત્તે તેમના આ સન્માન સમારોહમાં આવેલા સી.આર. પાટીલે રમૂજ કરતાં એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણય પંચાયત અને કોર્પોરેશન માટે છે, વિધાનસભા માટે નથી એની સ્પષ્ટતા કરી દઉં, નહીંતર અહીં બેઠેલા ધારાસભ્યો હમણાં ઊભા થઇ જશે.

- Advertisement -

60 વર્ષથી ઉપરનાની ટિકિટ કાપવાની ફોમ્ર્યુલા વિધાનસભા ચૂંટણીમાં એટલા માટે પણ ચાલી શકે નહીં, કારણ કે જો આવું થયું તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત 11 મંત્રી (ભૂપેન્દ્રસિંહ, આર.સી. ફળદુ, સૌરભ પટેલ, કુંવરજી બાવળિયા જેવા મંત્રીઓ)ની ટિકિટ કાપવી પડે. તો બીજી બાજુ, ભાજપના 36 ધારાસભ્યને પણ ઘરે બેસવાનો વારો આવે. ‘આપ’ પાર્ટીની તોડફોડ વચ્ચે ભાજપ આવું રિસ્ક લઈ શકે એમ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular