આ દિવસોમાં નાણાકીય છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે. મોબાઈલ ફોનમાં અથવા ઈ-મેલ દ્વારા લિંક્સ મોકલીને બેંક ખાતામાં પ્રવેશ તોડવાના બનાવો વધી રહ્યા છે. પ્રસાદના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં વ્યાપારી કોલની સંખ્યામાં વધારો થવાનું કહેવાઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકો ડુ નોટ ડિસ્ટર્બ (ડી.એન.ડી.) માં નોંધાયેલા હોવા છતાં, સમાન નંબર પરથી કોમર્શિયલ કોલ્સ અને એસએમએસ પ્રાપ્ત થવાનું ચાલુ છે.
કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે આવી કંપનીઓ સામે કડક પગલા ભરવાની સૂચના આપી અને તેમને દંડ ભરવાનું કહ્યું. સૂચનોમાં જણાવાયું છે કે, ટેલિ-માર્કેટિંગ કંપનીઓના જોડાણો પણ કાપવામાં આવશે. મંત્રાલયના આદેશનું પાલન થાય તે માટે ટેલિકોમ અને ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાશે.
પ્રસાદે કહ્યું કે ડિજિટલ છેતરપિંડી દ્વારા લોકોની મહેનતની રકમ તેમના બેંક ખાતામાંથી કાપવામાં આવી રહી છે, જેને તાત્કાલિક બંધ કરવામાં આવે. પ્રસાદે આવી છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (ડીઆઈયુ)ની સ્થાપનાના નિર્દેશ આપ્યા હતા. આ એકમ નિર્ધારિત સમયમાં આર્થિક છેતરપિંડીના કેસોમાં કાર્યવાહી કરશે.
ડીઆઈયુ દ્વારા ટેલિકોમ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરવાનું પણ સરળ બનશે. ટેલિકોમ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ અને ક્ધઝ્યુમર પ્રોટેક્શન સિસ્ટમ પણ બનાવવામાં આવશે. મંત્રાલય દ્વારા વિકસિત થતી એપ પર ગ્રાહકો તમામ પ્રકારના ટેલિકોમ દુરૂપયોગ અને તેમની સમસ્યાઓ વિશે માહિતી આપી શકશે.