Tuesday, March 10, 2026
Homeસમાચારરાષ્ટ્રીયભારતમાં ‘આવશ્યક ચીજવસ્તુ ધારો’ લાગુ

ભારતમાં ‘આવશ્યક ચીજવસ્તુ ધારો’ લાગુ

અમેરિકા-ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધથી પરિસ્થિતિ વણસી : વૈશ્વિક લેવલે ગેસ, પેટ્રોલ, ડીઝલની અછત : ભારતમાં ગંભીર અસર ન થાય તે માટે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર

અમેરિકા-ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસની અછત સર્જાઇ છે. જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી વધારો થવાથી તેની અસર વૈશ્વિક લેવલે જોવા મળી રહી છે. ત્યારે આ વૈશ્વિક પરિસ્થિતિની અસર ભારતમાં પણ થઇ રહી છે. ભારત સરકારે ગેસ સિલિન્ડર બૂક કરાવવાનો સમયગાળો વધારીને 25 દિવસનો કર્યો છે અને ઇન્ડસ્ટ્રીઅલ ગેસ ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. ભારત સરકારે આ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આવશ્યક ચીજ વસ્તુ ધારો લાગૂ કર્યો છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન ઉપર અવિરત હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. આ હુમલાઓમાં ઓઇલના ડેપો ઉપર પણ હુમલા કરાતા જેની અસર વિશ્વભરમાં પડી રહી છે. સાથે સાથે રશિયા અને યુક્રેન વચ્ચે પણ લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પરિણામે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસની અછત સર્જાઇ રહી છે. આ અછતની સૌથી મોટી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. કેમ કે, ઓઇલ અને ગેસની સૌથી વધુ ખપત કરનારો દેશ ભારત છે. ત્યારે આ વૈશ્વિક લેવલે સર્જાયેલી અછતની અસર ભારતમાં થવાથી કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઇ છે અને સરકારે ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો લોકોને સમાન રીતે મળી રહે તે માટે સમગ્ર દેશમાં મળી રહે તે માટે પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, નેચરલ ગેસ માટે આવશ્યક ચીજવસ્તુ ધારો (એસ્મા) લાગૂ કર્યો છે.

- Advertisement -

આ અંતર્ગત આવશ્યક ચીજવસ્તુ ધારો કરવાથી પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠાનો કોઇ સંગ્રહ કરી શકશે નહીં અને સરકાર નક્કી કરશે અને દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઇંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામા આવશે. ઉપરાંત નફાખોરી કરવા માટે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ કે ગેસની સંગ્રહખોરી કરનારા વેપારીઓ અને એજન્સીઓની સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રથમ પ્રાથમિકતા ઘરેલુ ગેસ પુરવઠો પૂરો પાડવો ત્યારબાદ પરિવહન માટે ગેસ અને ઇંધણને પ્રાયોરિટી આપવામાં આવશે. ઉપરાંત પ્રથમ પ્રાથમિકતા ધરાવતા લોકોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના 100 જથ્થો આપવામાં આવશે. ત્યારબાદ ખાતર ઉત્પાદક પ્લાન્ટ અને ગેસ વિતરણ કંપનીઓને તથા નેશનલ ગેસ ગ્રીડ દ્વારા ચા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને તેમના સરેરાશ વપરાશના 80 ટકા સુધીનો પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ત્યારબાદ ચોથી પ્રાથમિકતામાં ઔદ્યોગિક અને વેપારી ગ્રાહકોને છેલ્લા છ મહિનાના વપરાશના 80 ટકા જથ્થો આપવામાં આવશે. આ ધારા અંગર્તત ઓએનસીજી, ગેલ અને રિલાયન્સ જેવા મોટા એકમોમાં આંશિક કાપ મૂકવામાં આવશે. ઉપરાંત વીજળી પેદા કરનાર પાવર પ્લાન્ટમાં ગેસ વપરાશ ઉપર કાપ મૂકવામાં આવશે. ઓઇલ રિફાઇનરીઓના ગેસ વપરાશમાં 65%નો કાપ મૂકવામાં આવશે. તેમજ જે એકમોને ગેસ ફાળવશે તેઓ આ ગેસને ત્રીજી પાર્ટીને ફરીથી વેંચી શકશે નહીં સહિતના પ્રતિબંધો આવશ્યક ચીજધારો લાગૂ કરાતા ઓટોમેટિક લાગૂ થઇ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular