દ્વારકા જીલ્લાના ખંભાળીયાના કરજુડા ગામે એસ્સાર ગ્રુપ દ્રારા 100 બેડના ઓક્સીજન સપોર્ટ સાથેનું કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.જેનો આજે રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જામનગર અને દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ હાજર રહ્યા હતા.
ઓક્સિજનથી સજ્જ આ કોવીડ કેર સેન્ટરમાં લોકોની તબીબી જરૂરિયાતો પૂરી કરવા ડબલ ઓક્યુપન્સી ધરાવતા 40 રુમ અને સિંગલ ઓક્યુપન્સી ધરાવતા 20 રૂમછે. કેન્દ્ર સુવિધામાં ભરતી થયેલા દર્દીઓ માટે સ્વસ્થ ભોજનની અને હાઉસકીપિંગની જરૂરિયાતો પણ પૂર્ણ કરશે.અગાઉ તાલીમ કેન્દ્રના મનોરંજન હોલને હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે.આ કેન્દ્ર હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર સાથે પણ સજ્જ છે.આ કેન્દ્ર એસ્સારની કંપનીઓ – એસ્સાર પોર્ટ્સ લિમિટેડ અને એસ્સાર પાવર લિમિટેડે સંયુક્તપણે સ્થાપિત કર્યું છેતેમજ જરૂરિયાત મુજબ એમાં વિવિધ સુવિધાઓ વધારવામાં આવશે. ગયા વર્ષે એસ્સારે આ વિસ્તારના લોકોનેરોગચાળામાં આવકારદાયક રાહત પ્રદાન કરવા વિવિધ પહેલો હાથ ધરીને સપોર્ટ આપ્યો છે.
એસ્સાર કેપિટલના ડાયરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, “એસ્સારનો ગુજરાતના લોકો સાથે ગાઢ સંબંધ છે અને છેલ્લાં પાંચ દાયકાથી દેશમાં અગ્રણી બિઝનેસ ગ્રૂપ તરીકે એની વૃદ્ધિમાં સતત સાથસહકાર આપવા બદલ તેમના ઋણી છીએ. આ કેન્દ્ર સુલભ સ્થળે સ્થાનિક લોકોને સમયસર તબીબી સારવાર પ્રદાન કરવા અને આ રોગચાળાસામેની લડાઈમાં સરકારના પ્રયાસોને ટેકો આપવા અમારો પ્રયાસ છે. હું રોગચાળા સામે લડવા તેમના તમામ પ્રયાસો બદલ મુખ્યમંત્રી વિજય રુપાણી, સાંસદ પૂનમબેન અને સંપૂર્ણ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનું છું તેમજ ગુજરાતમાં દરેકને સ્વસ્થઅને સલામત રહેવાની શુભેચ્છા આપું છું.” ગયા વર્ષે એસ્સારે સમગ્ર દેશમાં કોવિડ19 પહેલોમાં એસ્સાર ફાઉન્ડેશનના પ્રદાન સ્વરૂપે બે મિલિયન મીલ્સ અને 1.55 લાખ મેડિકલ સપ્લાય પ્રદાન કર્યું હતું.
જામનગર અને દેવભૂમિ દ્રારકાના સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, “કોરોના મહામારી સામેની લડાઈમાં એસ્સારે માનવ જીંદગીને બચાવવા માટે ઓક્સીજનની સુવિધા સાથે સંપૂર્ણ સાધન-સુવિધાથી સજ્જ 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવભૂમિ દ્વારકા જીલ્લાની જનતાને એક આશિર્વાદરૂપ ભેટ ધરી છે, જીલ્લાનાં વહીવટીતંત્ર તથા રાજ્ય સરકારનાં માર્ગદર્શન હેઠળ આ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીને તમામ સારવાર, ભોજન વગેરે વિનામુલ્યે મળનાર છે, જેનો લાભ જીલ્લાનાં લોકોને મળશે. ડોક્ટરો સહિતનાં તમામ સ્ટાફ માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જેથી આ એક શ્રેષ્ઠ સારવાર કેન્દ્ર બની રહેશે. એસ્સારને ખૂબ ખૂબ અભિનંદન તથા મારા સંસદીય વિસ્તારમાં ઉતમકક્ષાની સારવાર માટેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા બદલ હૃદયપૂર્વક આભાર.”
કોવિડ-19 રોગચાળાની બીજી લહેરમાં ઇન્ફેક્શન્સમાં જબરદસ્ત વધારાથી કેટલાંક રાજ્યોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનઅને બેડની ખેંચ ઊભી થઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર ઓક્સિજનના સીલિન્ડર્સ, હોસ્પિટલ બેડ, પ્લાઝમા ડોનર્સ અનેવેન્ટિલેટર્સ માટે લોકો સાથે એસઓએસ કોલ સાથે સંપર્કમાં છે.આ કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની આસપાસના ગામડાના લોકોને સેવા આપશે, જ્યાં કોવિડ-19 ઇન્ફેક્શનમાં વધારોજોવા મળે છે તેમજ સ્થિતિને સંભાળવા સત્તામંડળોને જરૂરી સાથ સહકાર આપશે.