Saturday, November 23, 2024
Homeબિઝનેસએસ્સાર દ્વારા યુકે-ભારતમાં 3.6 અબજ ડોલરનું રોકાણ

એસ્સાર દ્વારા યુકે-ભારતમાં 3.6 અબજ ડોલરનું રોકાણ

ઉર્જાના પરિવર્તન માટે ઈઈટીની શરૂઆત : નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ઉત્સર્જનમાં આશરે 20 ટકાનો ઘટાડો : કંપની ભારતમાં 1.2 અબજ ડોલરનું રોકાણ કરશે

- Advertisement -

ઊર્જા, ધાતુઓ અને ખાણ, માળખાગત સુવિધા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રોકાણ ધરાવતા એસ્સાર ગ્રૂપે આજે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં યુકેનું અગ્રણી ઊર્જા પરિવર્તન કેન્દ્ર ઊભું કરવા એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન (ઇઇટી) બનાવવાની જાહેરાત કરી હતી.

- Advertisement -

ઇઇટી આગામી પાંચ વર્ષમાં લો કાર્બન ઊર્જા તરફ આગેકૂચ માટે વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા માટે કુલ 3.6 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી 2.4 અબજ ડોલરનું રોકાણ લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે સ્ટેનલોમાં એની સાઇટમાં થશે અને ભારતમાં 1.2 અબજ ડોલરનું રોકાણ થશે.

ઇઇટીમાં સામેલ હશે: એસ્સાર ઓઇલ યુકે, નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં કંપનીનો રિફાઇનિંગ અને માર્કેટિંગ વ્યવસાય; વર્ટેક્સ હાઇડ્રોજન, જે યુકેના બજાર માટે 1 ગિગાવોટ (જીડબલ્યુ) બ્લૂ હાઇડ્રોજન વિકસાવે છે, આગળ જતાં એની ક્ષમતા 3.8 ગિગાવોટ કરશે;

- Advertisement -

ઇઇટી ફ્યુચર એનર્જી, જે ભારતમાં 1 ગિગાવોટ ગ્રીન એમોનિયા વિકસાવે છે, જેના લક્ષિત બજારો છે – યુકે અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારો; સ્ટેનલો ટર્મિનલ્સ લિમિટેડ, જે સંગ્રહને સક્ષમ બનાવે છે અને પાઇપલાઇનની માળખાગત સુવિધા વિકસાવે છે; અને ઇઇટી જૈવઇંધણો, જે 1 એમટી લો કાર્બન જૈવઇંધણોમાં રોકાણ કરે છે.

ઇઇટીના રોકાણનો કાર્યક્રમ યુકેના લો કાર્બન પરિવર્તનને વેગ આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે, સરકારની ડિકાર્બોનાઇઝેશનની નીતિને ટેકો આપશે અને નધર્ન પાવરહાઉસ અર્થતંત્રના હાર્દમાં સ્થિત અતિ કુશળ રોજગારીની તકો ઊભી કરશે.

- Advertisement -

વિવિધ હાઇડ્રોજન ઉત્પાદન ટેકનોલોજીઓ, ડિકાર્બોનાઇઝેશન, જૈવઇંધણો અને માળખાગત પ્રોજેક્ટ્સમાં આ રોકાણ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડને યુરોપમાં અગ્રણી પોસ્ટ-કાર્બન ઔદ્યોગિક ક્લસ્ટર્સ પૈકીનું એક ઝડપથી બનાવવામાં પ્રદાન કરશે. ઇઇટી માને છે કે, આ રોકાણ આશરે 3.5 મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડના ઘટાડાને ટેકો આપશે, જે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં કુલ ઔદ્યોગિક ઉત્સર્જનનો આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે.

ઇઇટીની રચના એસ્સારની વૃદ્ધિ અને નવેસરથી વિકાસ માટે પોતાની સ્થિતિને ફરી મજબૂત બનાવવાના યુગની શરૂઆત છે. અત્યારે એસ્સાર આધુનિક, પર્યાપ્ત અને ઇએસજી-નિયમોનું પાલન કરતી ટેકનોલોજીઓ સાથે નવી ભવિષ્યલક્ષી એસેટ્સમાં રોકાણ કરી રહી છે, જે કેટલાંક દાયકાઓ સુધી ચાલશે. એસ્સાર ગ્રૂપની ઇઇટી ઉપરાંત અન્ય સસ્ટેઇનેબિલિટી રોકાણલક્ષી યોજનાઓમાં સામેલ છે – ભારતમાં એલએનજી મૂલ્ય સાંકળનું નિર્માણ, જેમાં એલએનજી ટ્રક ઉત્પાદન અને એલએનજી ઇંધણ સ્ટેશનો સામેલ છે, પૂર્વ ભારતમાં ઓડિશામાં પેલેટ પ્લાન્ટની સ્થાપના અને સાઉદી અરેબિયાના રાસ-અલ-ખૈરમાં વર્ષે 4-મિલિયન ટનની ક્ષમતા ધરાવતા ગ્રીન સ્ટીલ કોમ્પ્લેક્સનું નિર્માણ.

ઇઇટીની વ્યૂહરચનાના પાયામાં એ હકીકત રહેલી છે કે, હાઇડ્રોજન અને જૈવઇંધણો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી સૌથી વધુ મહત્વપૂર્ણ ઇંધણો બની રહ્યાં છે તથા યુકે યુરોપિયન લો કાર્બન ઇંધણોના બજારની ઝડપી વૃદ્ધિનું નેતૃત્વ કરવાની મજબૂત સ્થિતિમાં છે. યુકેને લો કાર્બન ઊર્જાના ઉત્પાદનને ટેકા માટે અદ્યતન નિયમનકારી અને નીતિગત માળખામાંથી લાભ મળી રહ્યો છે, જેમાં યુકે સરકારનો વર્ષ 2030 સુધીમાં 10 ગિગાવોટ હાઇડ્રોજન ઉત્પાદન હાંસલ કરવાનો લક્ષ્યાંક, લો કાર્બન હાઇડ્રોજન માળખાનો વિકાસ, કુશળતા અને ગ્રાહકની મહત્વપૂર્ણ માગ સામેલ છે. બજારની વૃદ્ધિમાં એટલી હદે તક છે કે, દાયકાના અંત અગાઉ ઇઇટીને એના કુલ રોકડપ્રવાહનો બે-તૃતિયાંશ હિસ્સો વિવિધતાસભર લો કાર્બન સ્તોત્રોમાંથી મળી શકે એવો અંદાજ છે.

યુકે સરકારે વર્ષ 2021માં હાયનેટની પસંદગી સંપૂર્ણ કામગીરીને ટેકો મળે એવી સંભાવના ધરાવતા દેશમાં ફક્ત બે હાઇડ્રોજન ક્લસ્ટર્સમાંથી એક તરીકે પસંદગી કર્યા પછી હાયનેટ ક્લસ્ટરના હાર્દરૂપે એસ્સારની સ્ટેનલો સાઇટ યુકેના ઊર્જા પરિવર્તનની યોજનાના માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ઇઇટીની ડિકાર્બોનાઇઝેશન યોજનાના ભાગરૂપે આ દાયકાના અંત અગાઉ સ્ટેનલો રિફાઇનરી પોતે કાર્બન ઉત્સર્જનમાં 75 ટકાનો ઘટાડો હાંસલ કરશે, જે યુકેની આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ફ્યુલ સપ્લાયરને યુરોપમાં સૌથી વધુ સસ્ટેઇનેબ્લ રિફાઇનરીઓ પૈકીની એક બનાવે છે.

યુકેમાં 2.4 અબજ ડોલરના રોકાણ ઉપરાંત ઇઇટી ભારતમાં લો કાર્બન ઇંધણો માટે વાજબી ખર્ચ ધરાવતા વૈશ્વિક પુરવઠા કેન્દ્રને વિકસાવવા 1.2 અબજ ડોલરનું રોકાણ પણ કરશે, જેમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા સામેલ છે. એમોનિયાની નિકાસ ભારતમાંથી યુકે, યુરોપ અને દુનિયામાં ગ્રીન હાઇડ્રોજન માટે બજારની વધતી માગને પૂર્ણ કરવા માટે થશે.

ઇઇટીનું ભારતમાં રોકાણ દેશની વિકસતી હાઇડ્રોજન આકાંક્ષા પૂર્ણ કરવા મદદરૂપ થશે. ભારત સરકારનું પ્રોત્સાહન આપતું નિયમનકારી માળખું દેશને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસનું અગ્રણી આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવામાં મદદરૂપ થાય એ રીતે બનાવવામાં આવ્યું છે, જે માટે ભારત સરકારે 4 જાન્યુઆરી, 2023ના રોજ પોતાના રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન અભિયાનને મંજૂરી આપી હતી.

એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે ઇઇટીની શરૂઆત લો કાર્બન ઊર્જામાં યુકેને મોખરે રાખવા એસ્સારની લાંબા ગાળાની કટિબદ્ધતામાં મોટું સીમાચિહ્ન છે. અમે ભવિષ્યલક્ષી લો કાર્બન ઇંધણોનું ઉત્પાદન કરીને યુકેની ઊર્જા પરિવર્તન તરફની આગેકૂચની તક ઝડપીને રોમાંચિત છીએ, જે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક કાર્બન ડાયોકસાઇડનું 20 ટકા ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે. આ કામગીરી દુનિયામાં પરંપરાગત ઉદ્યોગો કેવી રીતે ભવિષ્યલક્ષી ઊર્જાના ઉત્પાદન માટે સફળતાપૂર્ક પરિવર્તિત થઈને કેન્દ્ર બની શકશે એની રૂપરેખા પ્રદાન કરશે.

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશનના મેનેજિંગ પાર્ટનર ટોની ફાઉન્ટેઇને કહ્યું હતું કે ઇઇટીની મહત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ યુકેની નેટ ઝીરો આકાંક્ષાઓ પૂરી કરવા અને તેમાંથી મોટા પાયે પર્યાવરણલક્ષી ફાયદાઓ હાંસલ કરવામાં મદદરૂપ થવાની સાથે સ્ટેનલો માટે લાંબા ગાળાના સસ્ટેઇનેબ્લ ભવિષ્યને પણ સુરક્ષિત કરશે, આગામી પેઢીઓ માટે નધર્ન પાવરહાઉસ અર્થતંત્રના હાર્દમાં નવી અતિ કુશળતા ધરાવતી રોજગારીની તકો સુરક્ષિત કરશે અને ઊભી કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular