Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયEPFO શું છે ?

EPFO શું છે ?

- Advertisement -

કોઇ પણ કર્મચારી માટે નિવૃત જિંદગીની આર્થિક સુરક્ષા માટે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ) મહત્વની બાબત છે. મોટાંભાગના કર્મચારીઓ માટે તે ફરજિયાત બચત છે. પરંતુ નિવૃતિ-આકસ્મિક મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં કર્મચારી તથા તેમના પરિવારજનો માટે આ મહત્વની બચત છે.

આ બચતમાં કર્મચારીના માસિક વેતનમાંથી અમુક રકમ પગારના સ્ત્રોત પર જ કપાઇ જાય છે, જમા થાય છે. જેમાં નોકરીદાતા પણ આ રકમ જેટલી જ રકમ પોતાના તરફથી જમા કરે છે. આ કુલ રકમ પર ચોકકસ ટકાવારીમાં સરકાર તરફથી વ્યાજ પણ આપવામાં આવે છે.

મુખ્ય કાર્યાલય તથા પ્રાદેશિક કાર્યાલયો:-

પાટનગર દિલ્હીમાં હેડકવાર્ટર ધરાવતી આ કેન્દ્રીય એજન્સીના ચાર પ્રાદેશિક કાર્યાલયો દિલ્હી, મુંબઇ, કોલકાતા તથા ચેન્નાઇ ખાતે આવેલાં છે. જેમાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે એડીશ્નલ EPFO કમિશનર હોય છે.

એકાઉન્ટ ટ્રાન્સફર શું છે?:-
કર્મચારીની બદલી કે નોકરી બદલવાના કિસ્સાઓના EPFO એકાઉન્ટમાં PF ની માસિક રકમ નિયમિત રીતે જમા થતી રહે છે.

સભ્ય કોણ બની શકે ?:-
જે કર્મચારી નોકરીના પ્રથમવર્ષ દરમ્યાન (બાર મહિના) 240 દિવસની નોકરી પૂર્ણ કરે તેનું PF એકાઉન્ટ શરૂ થઇ શકે તે પ્રાથમિક શરત છે.

નોકરી બદલવાના કિસ્સાઓમાં:-
ઘણાં કામદારો નોકરી બદલાવે છે ત્યારે અગાઉની નોકરી દરમ્યાન જમા થયેલી PFની સંપૂર્ણ અથવા આંશિક રકમ PF ખાતામાંથી ઉપાડી લે છે. આમ ન કરવું જોઇએ. કારણ કે, તેમ કરવાથી નિવૃતિ સમયે મળતી રકમ ઘટી જાય છે. ઉપરાંત વ્યાજની પણ નુકસાની જાય છે. આ પ્રકારના કર્મચારીઓ નવી નોકરી વખતે નવું PF ખાતું ખોલાવી લેતાં હોય છે. તેથી ખરેખર તો કામદારોએ PFની જમા રકમ નવી નોકરીના સ્થળે ખૂલેલાં PF ખાતામાં જમા કરાવવી જોઇએ, ટ્રાન્સફર કરાવી લેવી જોઇએ.

PF એકાઉન્ટ યુનિક નંબર હોય છે. જેમાં પ્રથમ બે અક્ષર પ્રાદેશિક PF કાર્યાલય દર્શાવે છે, પછીના પાંચ અંક નોકરીદાતાનો કોડ અને ત્યારપછી જે તે કર્મચારીનો કોડ લખેલો હોય છે.

પ્રાદેશિક કાર્યાલયોની નીચે ડિવિઝનલ તથા તેની નીચે સબડિવિઝનલ કાર્યાલયો હોય છે. ઘણાં કિસ્સાઓમાં સબ-ડિવિઝનલ કાર્યાલયો જિલ્લા કાર્યાલયો હોય છે. ડિવિઝનલ કાર્યાલયના મુખ્ય અધિકારી તરીકે PF કમિશનર તથા સબડિવિઝનલ કાર્યાલયના મુખ્ય અધિકારી તરીકે લોઅર ગ્રેડ PF કમિશનર હોય છેે. જિલ્લા કાર્યાલયોમાં કર્મચારીઓ તથા નોકરીદાતાની ફરિયાદો સાંભળવા તથા નિરીક્ષણ માટે PF ઇન્સ્પેકટર હોય છે.

હજૂ હમણાં સુધી EPF જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં લાગુ થતો હતો હવે, જમ્મુ કાશ્મીરને પણ આ એકટમાં આવરી લેવામાં આવ્યું છે.

જે યુનિટ 20થી વધુ કર્મચારીઓ ધરાવતા હોય તે તમામ યુનિટોને (એકમોને) આ એકટ લાગુ પડે છે. આ અધિનિયમમાં કામદારો તથા તેનાં આશ્રિતો માટે જનરલ/જીવન વીમાની વ્યવસ્થા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular