રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૫.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૧૮.૫૨ સામે ૪૮૮૮૧.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૧૪૯.૪૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૭.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૫.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૨૫૩.૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૮૫.૮૦ સામે ૧૪૭૦૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૧૦.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૪.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૫૫૧.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે, આવામાં તેની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારત અસાધારણ ઐતિહાસિક કોરોનાની કટોકટીમાં આવી જતાં અને આ કટોકટીમાં દેશનું આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું હોવાના અને વિદેશોની મદદ વિના આ સંકટમાંથી ઊગરવું અશક્ય બની ગયું હોઈ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિદેશોમાંથી મદદ મેળવવા થઈ રહેલા પ્રયાસો છતાં આ કટોકટી ભારતીય અર્થતંત્રને મહાસંકટમાં ધકેલી દેશે એવી પૂરી શકયતા વચ્ચે આજે ફંડોએ સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી કરી હતી. દેશમાં ઐતિહાસિક સર્જાયેલી કોરોના સંક્રમણને લઈ કટોકટીની પરિસ્થિતિમાં સંપૂર્ણ તંત્ર પડી ભાંગ્યા જેવી સર્જાયેલી સ્થિતિમાં યુદ્વના ધોરણે પગલાં છતાં આ વિકટ પરિસ્થિતિમાં ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું.
આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના વિસ્ફોટે દેશભરમાં ફરી અનેક વિસ્તારોમાં લોકડાઉન વધારવાની ફરજ પડતાં સેન્સેક્સ, નિફટી બેઝડ આજે કડાકા સાથે આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક નફારૂપી વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૫ અને વધનારની સંખ્યા ૧૪૦૨ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને કારણે ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલ માસમાં અંદાજીત સ્થિર રહી હતી પરંતુ નવા ઓર્ડરો તથા ઉત્પાદનનો વૃદ્ધિ દર આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. ઉત્પાદન ક્ષેત્રનો આઈએચએસ માર્કિટ ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે માર્ચ માસમાં ૫૫.૪૦ હતો તે એપ્રિલ માસમાં સામાન્ય વધી ૫૫.૫૦ રહ્યો છે. પીએમઆઈની ભાષામાં ૫૦ ઉપરના સ્તરને જે તે ક્ષત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ગયા વર્ષના ઓગસ્ટ બાદ ઉત્પાદન અને વેચાણમાં વૃદ્ધિનો દર ધીમો રહ્યો છે પરંતુ નિકાસ ઓર્ડરોમાં ઝડપી વધારો જોવા મળ્યો છે.
એપ્રિલ માસમાં નવા ઓર્ડરો મળવાની ગતિ સતત આઠમા મહિને વધી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦ના ઓકટોબરથી નિકાસ ઓર્ડરોમાં વધારો જોવા મળી રહ્યો છે. રોજગાર મોરચે ઉત્પાદન ક્ષેત્રે રોજગારમાં ઘટાડો સતત ચાલુ છે પણ એપ્રિલમાં ઘટાડાનો દર સામાન્ય રહ્યો છે. આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારા માંગ પર વધુ અસર કરશે. કાચા માલના ઊંચા ભાવોને કારણે ભારતની ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓની નાણાંકીય સ્થિતિ આમપણ દબાણ હેઠળ આવી ગઈ છે ત્યારે માંગમાં વધુ ઘટાડો તેમની માટે પ્રતિકૂળ સાબિત થશે.
તા.૦૫.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૪.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૫૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૪૭૪ પોઈન્ટ થી ૧૪૪૩૪ પોઈન્ટ ૧૪૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૪.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૨૪૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૬૭૬ પોઈન્ટ થી ૩૨૮૦૮ પોઈન્ટ, ૩૩૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૩૯ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૯૦૬ ) :- રૂ.૮૮૮ નો પ્રથમ તેમજ રૂ.૮૭૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૨૩ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- બર્જર પેઈન્ટ ( ૭૧૦ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!ભારત ફોર્જ ( ૬૩૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૬ થી રૂ.૬૫૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઈન્ડીગો ( ૧૬૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાઈટન લિમિટેડ ( ૧૪૧૧ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૯૬ થી રૂ.૧૩૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૯૯૧ ) :- ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૧૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૩ થી રૂ.૯૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ટીવીએસ મોટર ( ૬૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૩૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૮૮ થી રૂ.૫૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૪૧ ) :- ૫૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૨૭ થી રૂ.૫૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )