Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ

ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ રહી છે.

- Advertisement -

જેમાં મંત્રીએ સંબંધિત જિલ્લાના કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલીફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી.

આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular