જામનગરમાં એસટીડેપો સામે હોસ્પિટલ ધરાવતા મહિલા તબીબ સાથે બે અજાણ્યા શખ્સોએ કાર બુક કરાવવાના બહાને બેન્ક એકાઉન્ટ નંબર મેળવી રૂા.1 લાખની ઉચાપાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં સુમેર કલબ રોડ પર રહેતા અને એસ.ટી. ડેપોની સામે હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ કલ્પનાબેન વિપીનભાઈ શાહે (ઉ.વ.71) જામનગરના પોલીસ મથકમાં મોબાઈલ નંબર ધારક બે શખ્સો સામે કાર બુકિંગ ના બહાને વિશ્વાસ માં લઈ પોતાના બેંક ખાતા નંબર મેળવી લઈ બેંકખાતામાંથી જુદાજુદા ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે 1,03,177 ની રકમ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કયીની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં કલ્પનાબેન શાહ કે જેઓએ ઈનોવા કાર બુક કરાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, અને મોબાઈલ ધારક અજ્ઞાત બે શખ્સો ના સંપકમાં આવી ગયા હતા. જેઓએ ડોક્ટરના મોબાઇલ ફોનમાં ટીમ વ્યુવર ક્વિક સર્વિસ, અને એની ડેસ્ક રિમોટ કંટ્રોલ નામની બે અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લીધી હતી અને મહિલા ડોક્ટર ના મોબાઈલ ફોન નો કંટ્રોલ અજ્ઞાત શખ્સોએ મેળવી લીધો હતો, જેના આધારે તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન કરી એક લાખ 1,03,177 રકમ ઉપાડી લીધી હતી. ત્યાર પછી બંને મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા. મહિલા તબીબને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનુ ધ્યાનમાં આવતા તેમણે આખરે પોલીસનો સંપક કર્યો હતો જેના અનુસંધાને આ ગુનો દાખલ કરવામાં આવ્યાં છે, અને આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.