જોડિયા,ધ્રોલ તથા સલાયા, ખંભાળિયા સહિતના વિસ્તારોમાંથી પીજીવીસીએલ દ્વારા 52.15 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. સતત 3 દિવસ હાથ ધરેલ વિજ ચેકિંગમાં હાલાર પંથકમાંથી 1 કરોડ 74 લાખથી વધુની વિજ ચોરી ઝડપાઇ છે.
જામનગર સહિત હાલાર પંથકમાં પીજીવીસીએલ દ્વારા સતત 3 દિવસથી વિજ ચોરીના દૂષણને ડામવા વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગઇકાલે સતત 3 જા દિવસે વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં પીજીવીસીએલની 37 જેટલી ટીમો દ્વારા 10 એકસઆર્મી મેન તથા 27 લોકલ પોલીસ સાથે જામનગર જિલ્લાના જોડિયા તથા ધ્રોલ તાલુકા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ સલાયાના વિવિધ વિસ્તારોમાં વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 439 વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી 68 વિજ જોડાણોમાંથી 52.15 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.
ગઇકાલે 52.15 લાખ સહિત 3 દિવસમાં કુલ રૂા. 1 કરોડ 74 લાખથી વધુની રકમની વીજચોરી હાલાર પંથકમાંથી ઝડપી લેવાઇ હતી. પીજીવીસીએલના સતત 3 દિવસથી ચાલી રહેલ વીજ ેકિંગથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.