Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારખટીયાબેરાજામાં બે સ્ટોનક્રશરમાંથી રૂા.1.42 કરોડની વીજચોરી ઝડપાઇ

ખટીયાબેરાજામાં બે સ્ટોનક્રશરમાંથી રૂા.1.42 કરોડની વીજચોરી ઝડપાઇ

સ્થાનિક તંત્રને અંધારામાં રાખી વડોદરા વીજીલન્સ દ્વારા દરોડા: ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેકટ કનેકશન : વીજજોડાણો કાપી આગળની કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં સમયાંતરે પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી કરવામાં આવતી હોય છે અને વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપી દંડ ફટકારવામાં આવે છે. દરમિયાન જામનગરના ખટીયાબેરાજા વિસ્તારમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખીને વડોદરા વીજીલન્સ દ્વારા ચેકિંગ અંતર્ગત સ્ટોનક્રશર ચલાવતા બે સ્થળોએથી રૂા.1.42 કરોડની વીજચોરી ઝડપાતા દંડ ફટકારી બન્નેના જોડાણો કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડ વડોદરાની વીજીલન્સની આઠ ટીમો દ્વારા જામનગર પીજીવીસીએલ કચેરી હેઠળ સીક્કા પેટા વિભાગમાં આવતા ખટીયાબેરાજામાં પોલીસ બંદોબસ્ત સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પીજીવીસીએલની ટીમે જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના સ્ટોનક્રશરમાં બિનઅધિકૃત વીજમીટર વગર લંગર નાખી ડાયરેકટર વીજ જોડાણ ઝડપી લીધું હતું. જેમાં બિનઅધિકૃત 35.95 કિલો વોટનો વી વપરાશ થયો હોવાનું ખૂલ્યું હતુ તેમજ દેવીકૃપા સ્ટોનક્રશરમાં પણ વીજટ્રાન્સફોર્મર પરથી ડાયરેકટ વાયરથી લંગર નાખી મીટરને બાયપાસ કરી 168 કિલો વોટ વીજભાર જોડી વીજ વપરાશ કરતાં હોવાનું ખુલતા પીજીવીસીએલની ટીમો દ્વારા બંને જોડાણોમાં રૂા.1.42 કરોડના પૂરવણી બીલ ફટકારવામાં આવ્યાં હતાં અને બંનેના જોડાણો કાપી નાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular