Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરહાલાર પંથકમાંથી 38.15 લાખની વીજચોરી ઝડપાઇ

હાલાર પંથકમાંથી 38.15 લાખની વીજચોરી ઝડપાઇ

જામનગર શહેરના ગુલાબનગર, ગાંધીનગર, કાલાવડ નાકા સહિતના વિસ્તારોમાં ચેકિંગ : 610 વીજ જોડાણો પૈકી 85માં ગેરરીતિ ઝડપાઇ

- Advertisement -

જામનગર શહેર તથા ખંભાળિયા અને ભાણવડમાં ગઈકાલે પીજીવીસીએલની ટીમ દ્વારા હાથ ધરેલા વીજચેકીંગ દરમિયાન 85 જેટલા વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ રૂા.38.15 લાખના વીજચોરીના બીલ ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની સુચનાથી પીજીવીસીએલ જામનગરની ટીમ દ્વારા ગઈકાલે જામનગર શહેર, ખંભાળિયા શહેર તથા ભાણવડ શહેરમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 41 જેટલી ટીમો દ્વારા જામનગર શહેરના ગુલાબનગર, સુભાષબ્રીજ, ખોજા ગેઈટ, કાલાવડ નાકા, ટીટોડીવાડી, અકબરશા ચોક, મચ્છરનગર, મોમાઈનગર, ગાંધીનગર, બેડી રોડ સહિતના જામનગર શહેરના વિસ્તારો તથા ખંભાળિયા શહેર તથા ભાણવડ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાત લોકલ પોલીસ તથા 20 એકસ આર્મીમેન સહિતના બંદોબસ્ત કુલ 610 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. જે પૈકી 85 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 38.15 લાખના પૂરવણી બીલ ફટકારવામાં આવ્યાં હતા પીજીવીસીએલના ચેકિંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular