Thursday, December 11, 2025
Homeરાજ્યજામનગરનવાગામઘેડમાં ટ્રક ચાલકે વીજપોલ ભાંગી નાખતાં વિજવિક્ષેપ

નવાગામઘેડમાં ટ્રક ચાલકે વીજપોલ ભાંગી નાખતાં વિજવિક્ષેપ

જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં એક ટ્રક ચાલકે વીજ પોલને ભાંગી નાખ્યો હતો. જેથી વીજ વિક્ષેપ સર્જાયો હતો. પીજીવીસીએલની ટુકડી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. વીજ પુરવઠાને પૂર્વવત બનાવી દેવાયો હતો.

- Advertisement -

જામનગરના નવાગામઘેડ બાપુનગરવાળા રસ્તા પર આંગણવાડી પાસે પુરપાટ વેગે આવી રહેલા એક ટ્રકના ચાલકે રોડની સાઈડમાં ફીટ કરાયેલા એક વીજ પોલને ઠોકર મારી દેતાં વિજ પોલ નીચેથી ભાંગી ગયો હતો અને વાયર પર લટકી રહ્યો હતો. જેથી ઉપરોક્ત વિસ્તારમાં વીજ વિક્ષેપ સર્જાયો હતો.

જે અંગેની જાણકારી મળતાં સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરીના નાયબ ઈજનેર અજય પરમારની રાહબરી હેઠળ વિજ તંત્રની એક ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જોખમી પાવર બંધ કર્યા પછી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરી હતી અને પોલ બદલી નાખ્યા પછી તુરત જ વિજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular