જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ચૂકયો છે. આગામી તા.26 એપ્રિલે મતદાન પ્રક્રિયા યોજાશે. અને 28 એપ્રિલે મત ગણતરી હાથ ધરાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ચૂકયો છે.
રાજ્યમાં ગુજરાતમાં ઘણા સમયથી જેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી. તે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર થઇ ચૂકી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પત્રકાર પરીષદ યોજી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તારીખ જાહેર કરી હતી. રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યની 15 મહાનગરપાલિકા (જુનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ) 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયતનો ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા 8 નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ત્યાં પણ પ્રથમ વખત મહાનગરપાલિકા સ્તરે મતદાન પ્રક્રિયા યોજાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઇ ચૂકી છે.
રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકાઓમાં 1044 બેઠકો માટે ચુંટણી યોજાશે. આ ઉપરાંત 84 નગરપાલિકાની 2632 બેઠકો, 260 તાલુકા પંચાયતની 5271 બેઠકો 34 જિલ્લા પંચાયતની 1092 બેઠકો સહિત કુલ 10,039 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાશે.
ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ
ચૂંટણી જાહેર તારીખ : તા.1/4/2026
ચૂંટણી જાહેર નામુ પ્રસિઘ્ધ કરવાની તારીખ : તા.6/4/2026
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : તા.11/4/2026
ઉમેદવારી પત્રની ચકાસવાની તારીખ : તા.13/4/2026
ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ : તા.15/4/2026
મતદાનની તારીખ : તા.26/4/2026
(સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી)
પુન: મતદાનની તારીખ (જરૂર પડે તો) : તા.27/4/2026
મત ગણતરીની તારીખ : તા.28/4/2026
ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તારીખ : તા.30/4/2026
- Advertisement -